બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, વિડિયો વાયરલ થયો

કોરોના વાઇરસનું (Coronavirus) સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે પરંતુ ક્યારેક માસ્ક નાકથી થોડું નીચે સરકી જવાના મુદ્દે દંડની અને તકરારની ઘટનાઓ સામે આવી રહી છે. આ સ્થિતિમાં પોલીસ ખાતું બર્બરતાની હદ વટાવી ગયું હોય તેવી ઘટના ઘટી છે. એક રીક્ષા ચાલકનું માસ્ક (Mask) નાકથી સહેજ નીચે સરકી જવાના મામલે તેને પોલીસ દ્વારા જાહેર માર્ગ પર ઢોર (Police Baten Auto Driver) માર મારવામાં આવ્યો છે. આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ હતી કે રીક્ષા ચાલકનો માસૂમ બાળક રસ્તા પર રડતો રહ્યો અને કહેતો રહ્યો ‘અંકલ પ્લીઝ પપ્પાને ન મારો છતાં પોલીસ મારતી રહી હતી.’

વાઇરલ વીડિયો (MP Police Viral Video) રાજ્યના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશનો છે. અહીંયા ઇંદોરમાં (Indore) પરદેશીપુરા વિસ્તારમાં એકરીક્ષા ચાલક કૃષ્ણા કંજીર નામનો વ્યક્તિ જઈ રહ્યો હતો અને તેનું માસ્ક નાકથી સહેજ નીચે સરકી ગયું હતું. આ દરમિયાન પોલીસકર્મીઓએ તેને પોલીસસ્ટેશને આવવા માટે કહ્યું હતું.

રીક્ષા ચાલકે તકરાર કરતા પોલીસ તેને લોટાડી લોટાડીને માર માર્યો હતો. દરમિયાન તેના બાળક અને પરિવારની કાકલુદીની વચ્ચે પણ નરાધમ પોલીસકર્મીએ ગરીબ રીક્ષા ચાલકને માર મારતા રહ્યા હતા.

આ વીડિયો વાઇરલ થતા પોલીસનું નાક કપાઈ ગયું હતું. જોકે, આ બંને પોલીસ અધિકારીની ઓળખ કમલ પ્રજાપતિ અને ધર્મેન્દ્ર જાટ તરીકે થઈ હતી. ઇંદોરના એસપી આશુતોષ બાગરીએ ઘટનાની જાણ થતા બંનેને સસ્પેન્ડ કર્યા છે. જોકે, જે તીવ્રતાથી પોલીસે આ રીક્ષઆ ચાલકને માર્યો તેનો વીડિયો જોઈને સમગ્ર દેશમાં પોલીસના આ વ્યવહાર સામે ધૃણા ઉત્પન્ન થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયામાં પોલીસના કામની નિંદા કરી કરી રહ્યા છે.

જ્યારે નરાધમ કમલ અને ધર્મેન્દ્ર આ રીક્ષા ચાલકને અમેરિકાના જ્યોર્જ ફ્લૉઇડ જેવી ઘટના ઇંદોરમાં બની છે. અહીયા પોલીસે પગથી રીક્ષા ચાલકનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. રીક્ષા ચાલકની ભાભી તેને બીપીની સમસ્યા હોવાનું કહેતી રહી અન તેનો બાળક રડતો રહ્યો હતો છતાં આ પોલીસકર્મીઓ હેવાન બની અને તેને ઝૂડતાં રહ્યા હતા. પોલીસ આવો વ્યવહાર તો રીઢા ગુનેગારો સામે પણ નથી કરતી ત્યારે ખરીદવેચાણ સંઘથી મુખ્યમંત્રી બનેલા શિવરાજની પોલીસ કાબૂમમાં નથી તેવો સવાલ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો