ઑપરેશન વખતે ડૉક્ટરોએ માથાનું હાડકું કાઢી નાખ્યું, પાછું લગાવવાનું થયું ત્યારે ખબર પડી કે એ તો નષ્ટ કરી નાખ્યું છે! જુઓ કેવી થઈ દર્દીની હાલત

મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લા (Indore district)માં ડૉક્ટરોની બેદરકારીને પગલે એક વ્યક્તિની જિંદગી બગડી ગઈ છે. ડૉક્ટરોએ આ વ્યક્તિના માથાનું હાડકું (Bone of head) કાઢી લીધું હતું. જ્યારે વ્યક્તિને આ હાડકાંની ફરીથી જરૂર પડી ત્યારે સંપર્ક કરતા માલુમ પડ્યું કે હાડકાને નષ્ટ કરી દેવાયું છે. જે બાદમાં વ્યક્તિએ ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint against doctor) આપી છે. વ્યક્તિનું કહેવું છે કે ડૉક્ટરના કારણે તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ કેસમાં હૉસ્પિટલ તંત્ર અને દર્દીના પરિવારજનો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હૉસ્પિટલનું કહેવું છે કે પરિવારની મંજૂરી બાદ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે દર્દીના પરિવારનું કહેવું છે કે તેમણે આ માટે મંજૂરી આપી નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉજ્જૈનના કીર્તિ પરમાર (Kirti Parmar)ને અમુક વર્ષો પહેલા બ્રેન ટ્યુમર થયું હતું. વર્ષ 2019માં તે ઓપરેશન માટે ઇન્દોર ગયા હતા. ઑપરેશન વખતે ડૉક્ટરોએ તેના માથાનું હાડકું કાઢી નાખ્યું હતું. ડૉક્ટરોએ કીર્તિને સલાહ આપી હતી કે રિકવરી બાદ આ હાડકું ફરીથી લગાવી દઈશું.

ડૉક્ટરોએ હાડકાનો નાશ કરી નાખ્યો
થોડા સમય પછી જ્યારે દર્દી અને તેના પરિવારે હૉસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેમને માલુમ પડ્યું કે એ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. મેનેજમેન્ટનું કહેવું છે કે આ માટે દર્દીના પરિવારના લોકોએ મંજૂરી આપી હતી. જ્યારે પરિવારનું કહેવું છે કે તેમણે આ માટે ક્યારેય પણ મંજૂરી આપી ન હતી. પરિવારનું કહેવું છે કે હૉસ્પિટલે તેમને કહ્યું હતું કે થોડા સમય પછી ઑપરેશન કરીને આ હાડકાને ફરીથી લગાવી દેવામાં આવશે.

પરિવારનો હૉસ્પિટલ પર ગંભીર આરોપ
દર્દીના પરિવારના લોકોએ હૉસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે માથાનું ઑપરેશન કરીને બીજી વખત હાડકું નાખવાનો ખર્ચ પાંચ લાખ રૂપિયા છે. હાડકા વગર દર્દીનો ચહેરો અડધો હોય તેવું લાગે છે. આ મામલે એડિશનલ પોલીસ કમિશનર રાજેશ રઘુવંશીનું કહેવું છે કે, ઉજ્જૈન નિવાસી વ્યક્તિએ એમઆઈજી પોલીસ સ્ટેશનને એક ખાનગી હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ આપી છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો