કોરોનાની સામેની જંગ હારી ગયો આ પોલીસ અધિકારી પણ દેશવાસીઓના દિલ જીતી ગયો, કોરોના કારણે પોલીસકર્મીનું થયુ મોત, પરિવારને 50 લાખની સહાય

કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ મધ્ય પ્રદેશમાં કોરોનાને કારણે સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશના ઈંદોર શહેરમાં કોરોના પોઝિટિવ પોલીસ ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ઘીમે ધીમે પોલીસ કર્મચારીઓ પણ કોરોના વાયરસનો શિકાર શઈ રહ્યા છે. મધ્ય પ્રદેશનું ઈંદોર શહેર કોરોના વાયરસનું હોટસ્પોટ જાહેર કરાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પોલીસકર્મીઓની સાથોસાથ સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ આ વાયરસનો શિકાર થઈ રહ્યા છે. જ્યારે રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા ત્યારે દેવેન્દ્ર ચંદ્રવંશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ દેવેન્દ્ર ચંદ્રવંશીને અરવિંદો હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા હતા. 45 વર્ષના દેવેન્દ્ર ચંદ્રવંશી ઈંદોર શહેરમાં જૂની પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ઈન્ચાર્જ હતા. છેલ્લા દસ દિવસથી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી. જોકે, મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એમની સાથે રહેલા ASI પણ સંક્રમિત હોવાને કારણે એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈંદોરમાં 890 કેસ પોઝિટિવ મળ્યા છે.જ્યારે 49 લોકોનું મૃત્યુ થયું છે.

એમની સાથે રહેલા પોલીસ કર્મચારી CSP દિશેષ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેવેન્દ્રની સ્થિતિ ગંભીર હોવાને કારણે 15 દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વર્ષ 2007માં તેઓ SI બન્યા હતા. જે શાજાપુર જિલ્લાના રહેવાસી હતા. એમના મૃત્યુને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગત શનિવારે પંજાબના લુધિયાણામાં કોરોના વાયરસને કારણે અનિલ કોહલીનું પણ મૃત્યુ થયું હતુ. સમગ્ર દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 14700થી પણ વધારે કોરોના વાયરસના દર્દીઓની ખાતરી કરવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં 1300થી પણ વધારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે.

આ ઘટના બાદ તંત્રએ સમગ્ર શહેરને સેનિટાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે 1600 લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈને લોકોની જાણકારી એકઠી કરશે. ડૉ. પ્રવિણ જડિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 7 લાખ લોકોનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઈન્સ્પેક્ટર ચંદ્રવંશીના પરિવારને રૂ.50 લાખની મદદ કરવાનું એલાન કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, હું દેવેન્દ્ર ચંદ્રવંશીના ચરણોમાં શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. તેઓ કોરોના વોરિયર બની લોકોની સેવામાં કાર્યરત હતા. આ મુશ્કેલીના સમયમાં મારી સાથે સમગ્ર પ્રદેશ એમની સાથે ઊભો છે. શોકમાં ડૂબેલા પરિવારને રાજ્ય શાસન તરફથી આર્થિક મદદ અને એમની પત્નીને સબ ઈન્સપેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો