ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને ઉછેરવા માટે આપવામાં આવે છે પક્ષી અને છોડ

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો સ્માર્ટફોન છોડીને તેની દેખરેખ કરવામાં વ્યસ્ત રહે.

સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે શહેરની 10 પ્રાથમિક સ્કૂલ અને બે જુનિયર હાઈસ્કૂલમાં 2000 ચૂઝુ અને અંદાજે 1500 મરચાના છોડ આપવામાં આવ્યા. બાડુંગ શહેરના મેયર ઓડેમ એમે કહ્યું, ઇન્ડોનેશિયામાં ઇન્ટરનેટનો વપરાશ કરનાર લોકો રોજ આઠ કલાક ફોન પર વિતાવે છે. જ્યારે ગ્લોબલ એવરેજ બે કલાકની છે. આટલું જ નહીં બાળકોને પણ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની લત લાગી છે. આવામાં બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવાની પહેલ સફળ થઇ છે. આને ટૂંક સમયમાં આખા શહેરમાં લાગૂ કરવામાં આવશે.

પરિવારજનો બોલ્યા- છોડ, જીવની દેખરેખ સેલફોનની લત કરતાં સારી
પહેલને લઈને પેરેન્ટ્સનું કહેવું છે કે, બાળકોને ડિસિપ્લિનમાં રાખવા સારા છે. ફોનમાં રમવા કરતાં છોડ અને જીવની સંભાળ રાખવી ઘણી સારી વાત છે. જે બાળકો પાસે ચૂઝુ છે તેમની પાસે આ પક્ષી અને છોડને ઉછેરવા માટેની ઘણી યોજના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો