પાકિસ્તાનીઓના 50-100ના ટોળા સામે એકલો ભારતીય ભડવીર ઉભો રહી ગયો અને ભારતના સમર્થનમાં લગાવ્યા નારા

કાશ્મીર મામલે દંભી પાકિસ્તાનીઓના પેટમાં એવી ફાળ પડી છે કે આઇએસઆઇ હવે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને ત્યાનું ખાઇને ત્યાં જ થૂંકતા પાકિસ્તાનીઓને પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવી રહી છે. લંડનથી લઇને અમુક કહેવાતા મોટા શહેરોમાં પ્રદર્શનો કરાવીને ઈમરાન લોકોનું ધ્યાન ખેંચવા માગે છે. આવા જ એક ભારત વિરોધી પ્રદર્શનની ઝલક કેનેડાના ટોરન્ટો શહેરમાં જોવા મળી.

અહીં ટોરન્ટો સિટી હોલ પાસે પાકિસ્તાન કોન્સ્યુલેટ દ્વારા પાકિસ્તાનીઓને ભેગા કરીને કાશ્મીર મામલે ઉગ્ર નારા લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો કેનેડામાં રહેતા પાકિસ્તાન મૂળના લેખક તારેક ફતાહે ટ્વિટ કર્યો હતો.

વીડિયોમાં જોઇ શકાય છે કે પાકિસ્તાનીઓનું એક ધણ મોટી સંખ્યામાં ભારત અને મોદી વિરોધી નારા લગાવી રહ્યું હતું. 50-100ના આ ટોળાને આ રીતે ઉશ્કેરણીજનક નારા લગાવતા જોઇ ત્યાં કેનેડામાં રહેતા ભારતીય મૂળના યુવાને પણ પ્રતિસાદ આપવાનું નક્કી કર્યું. સફેદ શર્ટ અને બ્લેક શોર્ટ પહેરેલા આ ભારતીયે એ ટોળાની સામે જઇને ભારતના સમર્થનમાં બહાદુરીપૂર્વક નારા લગાવ્યા. જો કે તેનાથી પાકિસ્તાનીઓને વધારે બળતરા થઇ અને પોલીસને ધક્કો મારીને એક જણે તેને લાફો મારીને દૂર ધકેલ્યો. પાછળથી આવીને એક જણ આ ભારતીયના ગળા પર થૂંકતો પણ જોઇ શકાય છે.

કેનેડાની પોલીસ અહીં ટાઇમપાસ કરવા આવી હોય એમ એ ભીડને રોકવાનો નિરર્થક પ્રયાસ કરતી દેખાય છે. છેવટે આ આતંકી ટોળામાંથી કોઇને દૂર ખસેડવાની જગ્યાએ પોલીસના બે જવાનો ત્યાંથી તે ભારતીય યુવાનને દૂર ખસેડીને લઇ ગયા. ટ્વિટર પર ટોરન્ટો પોલીસને એ સવાલ પણ તારેક ફતાહે પૂછ્યો કે શું આ ટોરન્ટો શહેર હવે રહેવા માટે સુરક્ષિત છે ? આ પાકિસ્તાનીઓ પર મારઝૂડનો કેસ કેમ દાખલ કરવામાં નથી આવ્યો ? આ વીડિયો કોઇ પાકિસ્તાનીએ જ ઉતાર્યો હતો જે બાદમાં એમ કહે છે કે જે કંઇ પણ થયું (એકલ ભડવીર ભારતીયને દૂર ખસેડ્યો એ) એ ન્યાયિક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો