દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું નિધન, તેમના જીવન પરથી બની હતી ટીવી શ્રેણી ‘ઉડાન’

ઉત્તરાખંડ તથા દેશના પ્રથમ મહિલા DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મુંબઇમાં ગત મોડી રાત્રે 72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં અને મુંબઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ વર્ષ 2007માં નિવૃત્ત થયા હતાં.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી લડ્યા હતાં

1973 બેચની મહિલા IPS અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યએ વર્ષ 2004માં તે સમયે ઇતિહાસ રચ્યો હતો જ્યારે ઉત્તરાખંડનાં DGP બન્યા. 31 ઓક્ટોબર 2007ના રોજ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. નિવૃત્ત થયા બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી હરિદ્વાર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેમનો પરાજય થયો હતો.

કિરણ બેદી બાદ દેશની બીજી મહિલા આઇપીએસ અધિકારી બન્યા

કંચન ચૌધરી ભટ્ટાચાર્ય કિરણ બેદી બાદ દેશના બીજામહિલા આઇપીએસ અધિકારી હતાં. તેઓ મૂળ હિમાચલ પ્રદેશનાં વતની હતાં. તેમણે રાજકીય મહિલા મહાવિદ્યાલય, અમૃતસરથી અભ્યાસ કર્યા હતો. પોસ્ટ ગ્રેજ્યુએટ અંગ્રેજી સાહિત્યમાં દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું. તેમના જીવન પરથી પ્રેરણા લઇને દૂરદર્શન પર ટીવી શ્રેણી ‘ઉડાન’ પણ પ્રસારીત થઇ ચુકી છે.

રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો

તેમણે મેક્સિકોનાં વર્ષ 2004માં આયોજીત ઇંટરપોલની બેઠકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1997માં તેમને પ્રતિષ્ઠિત સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો