PoKમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકઃ ભારતીય સેનાએ PoKમાં ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PTIએ આ જાણકારી આપી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે POKના કેટલાંક લોન્ચપેડ પર હુમલો કર્યો છે.

સરકારના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનને ‘pinpoint strikes’ નામ આપ્યું હતું. સેનાએ PoKમાં ઘૂસીને આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરતા સોશિયલ મીડિયા પર લોકો મેસેજ વાઈરલ કરી રહ્યા છે કે સેનાએ લાભ પાંચમના દિવસે મુહર્ત કર્યું. સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે પાકિસ્તાની સેના શિયાળા પહેલાં ભારતમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવા માગે છે. ભારતીય સેનાએ તેને લઈને જ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જો કે આ મુદ્દે ભારતીય સેના તરફથી જવાબ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીટીઆઈના સમાચાર 13 નવેમ્બર થયેલા સીઝફાયર ઉલ્લંઘન સાથે સંબેધિત છે. આજે ભારતીય સેના દ્વારા કોઈ જ ફાયરિંગ કરવામાં નથી આવ્યું.

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 2 6 ફેબ્રુઆરીનાં રોજ POKમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં વાયુસેનાને 12 મિરાજ-2000 ફાઈટર જેટએ બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. દાવો હતો કે જેમાં 300થી વધુ આતંકીઓ ઠાર થયા હતા. વાયુસેનાએ આ મિશનને ‘ઓપરેશન બંદર’ નામ આપ્યું હતું.

ગુરૂવારે એન્કાઉન્ટર કરી જૈશના ચાર આતંકી ઠાર કર્યા હતા

ગુપ્તચર એજન્સીઓના મળેલી માહિતીના આધારે જમ્મુમાં ગુરુવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના છે અને પાકિસ્તાની છે. તે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેનું કાવતરું પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આકા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલાએ ઘડ્યું હતું. ચારેયે મંગળવાર-બુધવારની રાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી ઘુસણખોરી કરી હતી.આ આતંકીઓ પાસેથી 11AK 47 રાઈફલ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્તોલ જપ્ત થઈ છે. આ ઉપરાંત અન્ય ઘણો સામાન પણ મળ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીઓ વચ્ચે સંતાઈને જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ આતંકીઓને પોલીસને ઠાર માર્યા હતા.

પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ગેરકાયદે ફંડિંગના મામલે 10 વર્ષ જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ ગુરૂવારે આ જાણકારી આપી. હાફિઝ સઇદને ગત વર્ષે 17 જુલાઈએ પકડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો