આગામી સમયમાં આટલા મહિનાની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બચવા માટે નિષ્ણાતોએ આપ્યા આ ઉપાય

અત્યારે ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો હવે ત્રીજી લહેરના આવવાની શક્યતા પણ વ્યક્ત કરવા લાગ્યા છે. ત્રીજી લહેર આવશે એ વાતને અત્યારે તમામ નિષ્ણાતો માનીને ચાલી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી તે વિશે અત્યારે કંઇ પણ ના કહી શકાય. કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર પ્રોફેસર વિજય રાઘવને બુધવારના કહ્યું કે, બીજી લહેર બાદ ત્રીજી લહેર પણ આવશે. પ્રેસ કૉન્ફરન્સ કરીને તેમણે કહ્યું કે, “ત્રીજી લહેર પણ આવશે. કોરોના વાયરસના વેરિએન્ટ સતત બદલી રહ્યા છે. આ કારણે અમે ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવું હશે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમણે એ પણ કહ્યું કે, વેક્સિન પ્રભાવશાળી છે, પરંતુ વૈજ્ઞાનિકોને આને અપગ્રેડ કરવા પર પણ કામ કરી રહ્યા છે. ત્રીજી લહેર ક્યાં સુધી આવશે? તે વિશે બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક હેલ્થમાં મહામારી નિષ્ણાત ડૉ. ગિરિધર બાબૂ કહે છે, ‘આ ઠંડીમાં આવે તેવી શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં. આ કારણે આ સંક્રમણથી જેમને સૌથી વધારે ખતરો છે, તેમને જલદીથી જલદી વેક્સિનેટ કરવાની જરૂરિયાત છે.” ડૉ. ગિરિધર કર્ણાટકમાં નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર અને એડવાઇઝર પણ છે. તેઓ કહે છે કે આગામી લહેર યુવા વસ્તીને પ્રભાવિત કરી શકે છે.

જો કે તેઓ એ પણ કહે છે કે, ત્રીજી લહેર ત્રણ ફેક્ટર પર નિર્ભર કરે છે. પહેલું તો એ કે ડિસેમ્બર સુધી આપણે કેટલા લોકોને વેક્સિનેટ કરીએ છીએ. બીજું સુપર સ્પ્રેડર ઇવેન્ટને કેટલું રોકી શકીએ છીએ અને ત્રીજું એ કે આપણે કેટલી જલદી વાયરસના નવા વેરિએન્ટ્સની ઓળખ કરી શકીએ છીએ અને તેને રોકી શકીએ છીએ. ત્રીજી લહેર આવવા પર શું થઈ શકે છે? તેના જવાબમાં મેથમેટિક મૉડલ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર કહે છે કે, “બીજી લહેરમાં જ મોટી સંખ્યા સંક્રમિત થઈ રહી છે. આમાં એ લોકો પણ સામેલ છે જેમનું ટેસ્ટિંગ નથી થઈ રહ્યુ અથવા એસિમ્પ્ટોમેટિક છે, પરંતુ તેઓ સંક્રમિત છે.”

તેમણે કહ્યું કે, “આવામાં જે સંક્રમિત થઈ રહ્યા છે તેમાં ઓછામાં ઓછા 6 મહિના સુધી વાયરસની વિરુદ્ધ ઇમ્યુનિટી રહેશે, પરંતુ ત્યારબાદ ઇમ્યુનિટી નબળી પડી શકે છે. આ કારણે આપણે વેક્સિનેશન પ્રોગ્રામમાં ઝડપ લાવવી પડશે. 6 મહિનાની અંદર હાઈ રિસ્ક પોપ્યુલેશનને વેક્સિનેટ કરવાની રહેશે જેથી ત્રીજી લહેર બીજી લહેર જેટલી ભયાનક ના હોય.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો