કોરોના સામે ભારતને જીતની ‘આશા’નો મેસેજ આપવા સ્વિત્ઝરલૅન્ડના માઉન્ટેન પર તિરંગો ઝળહળ્યો

સ્વિસ આપ્લ્સ એટલે કે સ્વિત્ઝરલૅન્ડ અને પાસેના દેશોનાં પર્વતશિખરોમાં આવેલા મેટરહોર્ન માઉન્ટેન પણ ભારતનો તિરંગો ઝળહળી ઉઠ્યો છે. ભારત દેશ કોરોના વાઇરસની લડાઈમાં જીતી જશે તે મેસેજ આપવા પર્વત પર આ રાષ્ટ્રધ્વજની લાઈટિંગ કરવામાં આવી. પીએમ મોદીએ આ પર્વત પર રોશની આપતા તિરંગાનો ફોટો તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આર્ટિસ્ટ ગેરી હોફ્સ્ટેટર છેલ્લા ઘણાય દિવસથી 14,690 ફૂટ ઊંચા માઉન્ટેન પર કોરોનાથી બચવાના મેસેજની લાઈટિંગ કરી રહ્યા છે. તેમણે ભારતના તિરંગાની સાથોસાથ અમેરિકા, ઇટાલી, ઇંગ્લેન્ડ અને સ્વિત્ઝરલૅન્ડના રાષ્ટ્રધ્વજની રોશની પણ મેટરહોર્ન માઉન્ટેન પર કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પીએમ મોદીએ ઇન્ડિયા ઇન સ્વિત્ઝરલૅન્ડનું ટ્વીટ શેર કરીને લખ્યું છે કે, કોવિડ-19 સામે આખું વિશ્વ લડી રહ્યું છે. આ વિશ્વવ્યાપી મહામારી પર માનવતા ચોક્કસ આગળ આવશે. મેટરહોર્ન માઉન્ટેન સ્વિત્ઝરલૅન્ડ અને ઇટાલીની બોર્ડરની વચ્ચે આવેલો છે.

બીજી તરફ IFS ઓફિસર ગુરલીન કોરે પણ મેટરહોર્ન માઉન્ટેન પર તિરંગાનો ફોટો શેર કરીને લખ્યું છે કે, હિમાલયથી આલ્પ્સની મિત્રતા. આભાર.

આર્ટિસ્ટ ગેરી કોરોના વાઇરસથી બચવાના અને જીતવાના ટોપિક પર 24 માર્ચથી પર્વત પર લાઈટિંગ કરી રહ્યા છે. તેઓ પર્વતની ઉત્તર અને પૂર્વદિશામાં 4 કિલોમીટર દૂરથી લાઈટ પ્રોજેક્શન સેટ કરે છે. શરૂઆત તેમણે ‘હોપ’, ‘સ્ટે હોમ’ જેવા મેસેજથી કરી હતી. ગેરીએ કહ્યું કે, મેટરહોર્ન માઉન્ટેન મારા માટે એક લાઈટહાઉસ સમાન છે, જેને લઈને મને લાઈટિંગથી લોકોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવાનો અને મેસેજ આપવાનો આઈડિયા આવ્યો. રોશની એક આશા છે. પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ નહોતું તે પહેલાંથી અહિ આ પર્વત અડીખમ ઊભો છે.

આર્ટિસ્ટ ગેરીએ લાઈટિંગની વાતને ઈતિહાસ સાથે જોડી છે. તેમનું માનવું છે કે, આજથી 400 વર્ષ પહેલાં પણ જ્યારે રોગચાળો ફેલાતો હતો ત્યારે આર્ટ જ લોકોમાં આશા જગાડવા અને ભેગા કરવા મદદરૂપ થતું નથી. આર્ટથી બધી વસ્તુ શક્ય છે.

સ્વિત્ઝરલૅન્ડના ઝેર્મેટ શહેરમાં આવેલી સ્કી રિસોર્ટ પરથી આ પર્વતનો નજરો ઘણો સુંદર દેખાય છે. આ શહેર 12 મહિના પ્રવાસીઓથી ભરેલું હોય છે. દુનિયાભરમાં દોઢ લાખથી વધારે લોકોએ મહામારી કોરોના વાઇરસને લીધે જીવ ગુમાવ્યો છે, તેવામાં મેટરહોર્ન માઉન્ટેનની લાઈટિંગ વિશ્વને સતત આશાનું નવું કિરણ બતાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો