કોરોના વાયરસથી ભારતીય શિક્ષિકા મરણ પથારીએ, ભાઈએ આર્થિક મદદ માંગતા ભારતીયોએ છૂટા હાથે વહાવ્યો દાનનો ધોધ

ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ચીનમાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેક્શનથી પીડિત થઈ છે. તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રીતિ મહેશ્વરી શેંજેનવની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. ચીનમાં તેમની સારવાર માટે 10 લાખ યુઆનનો ખર્ચ થશે તેમ તબિબો દ્વારા કહેવામાં આવ્યું છે. મહેશ્વરીની સારવાર માટે મદદ માંગવામાં આવી છે.

પ્રીતિ મહેશ્વરીનો ભાઈ મનીષ થાપા એમેઝોન બેંગલુરુમાં નોકરી કરે છે. મનિષે સારવાર માટે પૈસાની જરૂર હોવાથી બેઇઝિંગ ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત પ્રીતિનો પરિવાર ભારતમાં હેલ્થકેર ક્રાઉડ ફન્ડિંગનો પણ સંપર્ક કરી રહ્યા છે. મનીષ થાપાએ રૂ. 1 કરોડના ફંડની મદદ માંગી છે. ભારતીયોએ છુટ્ટા હાથે દાન કર્યું છે. અત્યાર સુધી 992 દાતાઓ દ્વારા મહેશ્વરીની સારવાર માટે રૂ. 29.45 લાખનું દાન પણ ભેગુ કર્યું છે

પ્રીતિ ચીનના શીનજિયાંગ ખાતે આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં શિક્ષિકા છે. પ્રીતિ ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાવાયરસની ઝપેટમાં આવી ગઈ છે. જેના કારણે તેણી ટાઇમ 1 રેસ્પિરેટરિ ફેઇલર, મલ્ટિપલ ઓર્ગન ડાયફંક્શન સિન્ડ્રોમ (MODS) અને સેપ્ટિક શોકનો શિકાર બની છે. શેન્ઝેન ખાતે આવેલી શેકૌ હોસ્પિટલ ખાતે તેણીની સારવાર ચાલી રહી છે. હાલમાં તેણીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, તેમજ તેણીનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

પ્રીતિના ભાઈ થાપાએ જણાવ્યું હતું કે, પ્રીતિને 11મી જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદમાં દિવસેને દિવસે સારવારનો ખર્ચ વધી રહ્યો છે. તેની સારવાર પાછળ એક કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ખર્ચને પહોંચી વળવા માટે મેં ઓનલાઇન ફંડ (ImpactGuru.com પર) ઉઘરાવવાનું નક્કી કર્યું છે. પ્રીતિની હાલત ખૂબ ગંભીર છે, તેની સારવારનો ખર્ચ ઉપાડી શકવા માટે પરિવાર અસમર્થ છે.

થાપાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રીતિની તબિયતમાં સુધારો થઈ રહ્યાનાં લક્ષણો દેખાઈ રહ્યા છે. તેના હૃદયના ધબકારા નોર્મલ થઈ રહ્યા છે. તેનો MRI પણ સામાન્ય આવ્યો છે. જોકે, હાલ તેણીને ક્રિટિકલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જ રાખવામાં આવી છે, તેની તબિયત એકદમ સારી થઈ જશે તેના માટે ઘણો સમય લાગશે.

પ્રીતિના પતિ આયુષ્માન કોવાલના જણાવ્યા પ્રમાણે, પ્રીતિને વાયરસ હોવાનું ડોક્ટર્સે પણ સ્વીકાર્યું છે. શુક્રવારે પ્રીતિની ગંભીર સ્થીતિને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે. પ્રીતિના પતિએ જણાવ્યું કે, ડોક્ટર્સે કહ્યા પ્રમાણે, પ્રીતિ હાલ બેભાન છે અને તેમને મળવા માટે ડોક્ટર્સ અમુક કલાકનો જ સમય આપ્યો છે. ડોક્ટર્સે કહ્યું છે કે, તેમની સારવારમાં ઘણો સમય લાગે તેમ છે.

ચીનમાં સંબંધીઓને સંપર્ક કરવા માટે ભારતીય દુતાવાસે +8618612083629 અને +8618612083617 જાહેર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો