‘ઝંડા ઊંચા રહે હમારા’ 19,000 ફૂટની ઊંચાઇ અને માઇનસ 30°માં મોરચો સંભાળી રહેલા જાંબાજ સિપાહીઓ

દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે સેનાના જવાનો સરહદે વિપરીત પરિસ્થિતિઓ છતાં દેશની સુરક્ષામાં તહેનાત છે. ભારત-તિબેટ પોલીસ (આઇટીબીપી)ના જવાનોની આ તસવીર તેનો જ એક પુરાવો છે. આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે 19 હજાર ફૂટની ઊંચાઇ અને માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં તહેનાત છે. જ્યાં ઓક્સિજનનું સ્તર પણ બહુ જ ઓછું થઇ જાય છે. બર્ફીલા પવન અને હાડ થીજાવતી ઠંડી પણ તેમનો જુસ્સો તોડી શકતા નથી. તેના કારણે જ તેમને ‘હિમવીર’ કહેવામાં આવે છે.

તેઓ પોતાની દરેક સવારની શરૂઆત રાષ્ટ્રધ્વજ સાથે કરે છે. આઇટીબીપીની સ્થાપના 24 ઓક્ટોબર 1962ના રોજ થઇ હતી. આઇટીબીપીના જાંબાજ દુર્ગમ ભારત-ચીન-નેપાળની આશરે 2115 કિમી લાંબી સરહદે તહેનાત છે. તેઓ હિમાલય વચ્ચે 9000થી 19,000 ફૂટની ઊંચાઇ પર તહેનાત હોય છે. 4 પલટનથી શરૂ થયેલા આઇટીબીપી પલટનની સંખ્યા 45 થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો