ઓસ્ટ્રેલિયામાં ભારતીય વૈજ્ઞાનિકે દુનિયાભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાયરસનો શોધ્યો તોડ!

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસને ઉકેલવા માટે વેક્સીન બનાવાનું કામ ચાલી રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીયના નેતૃત્વમાં ચીનથી બહાર આ વાયરસને બનાવામાં સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની એક હાઇ-સિક્યોરિટી લેબમાં તેના પર રિસર્ચ કરવા માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

ઓસ્ટ્રેલિયાના ડૉર્ટી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચકર્તાઓએ ગયા સપ્તાહે એક વ્યક્તિનું સેમ્પલ મળતા વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. CSIROમાં વાયરસના ગ્રોથને જોતા અંદાજો છે કે પ્રી-ક્લિનિક સ્ટડી માટે મોટી સંખ્યામાં તેની જરૂર છે.

આઇસોલેટ કરાયેલા વાયરસને કર્યો શેર

આ ડેલપમેન્ટની પુષ્ટિ કરતાં પ્રોફેસર એસએસ વાસન એ આ અંગે જણાવ્યું. પ્રોફેસર વાસન એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે CSIRO ડેંજસ પેથોજેંસ ટીમને લીડ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ડૉર્ટી ઇન્સ્ટીટ્યુટના અમારા સહયોગીઓનો આભાર માનીએ છીએ જેમણે આઇસોલેટ કરાયેલા વાયરસને અમારી સાથે શેર કર્યો. રિયલ વાયરસની સાથે કામ ઝડપથી થાય છે અને પ્રી-ક્લિનિકલ સ્ટડી કરીને ઝડપથી દવા બનાવામાં મદદ મળે છે.

વાસને આગળ કહ્યું કે ઑસ્ટ્રેલિયન એનિમલ હેલ્થ લેબમાં મારા સહયોગીએ પણ ડાયગ્નોસ્ટિક, સર્વિલાંસ, અને રિસપોન્સ પર કામ કરી રહ્યા છે. CSIROનો એક બીજો હિસ્સો (મેન્યુફેકચરિંગ) યુનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડ દ્વારા બનાવામાં આવી રહેલી વેક્સીન એંટીજેંસને વધારવામાં સમર્થન કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે તેમની લેબ અત્યારે વાયરસ સ્ટોકને વધારવા પર કામ કરી રહી છે. જો કે તેમણે હજુ તેની સંખ્યાની માહિતી આપી નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ માટે દવા બનાવા માટે ચાલી રહેલા કામ પર તેમણે કહ્યું કે ‘પ્રી-ક્લિનિકલ સ્ટ્ડી માટે જરૂરી વેક્સીન ઉપલબ્ધ કરાયા સિવાય આનાથી દવા બનાવામાં તેજી આવશે.’

BITS પિલાની અને IISc-બેંગલુરૂના એલ્યુમિની વાસન એ સ્કોલરશિપ પ્રાપ્ત કર્યા બાદ ઑક્સફોર્ડના ટ્રિનિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યાંથી ડૉકટરેટ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવા વાયરસ માટે કામ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો