ચીન-અમેરિકા સહિત આખી દુનિયા જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહી છે ત્યારે ભારત કરશે કમાલ, શોધી લીધી જીવલેણ કોરોનાની દવા!

ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. અનેક સંશોધકો આ જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહ્યાં છે ત્યારે ભારતીય સંશોધકોને મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

દેશની કોરોના વાયરસથી સંક્રમિત પહેલી મહિલાની સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે. દર્દીના સેમ્પલ કેરલની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જે નેગેટિવ જણાઈ આવ્યા છે.

સ્વાસ્થ્ય અધિકારે એનઆઈવી પુણેની તાજેતરમાં જ ચીનના વુહાનથી કેરળના ત્રિશૂરમાં કોરોના વાયરસથી પીડિત વ્યક્તિ હવે ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. જ્યારે તેની પ્રથમ તપાસ કરવામાં આવી ત્યારે તેને કોરોના વાયરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી પરંતુ થોડા દિવસોની સારવાર બાદ જ્યારે ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેનું પરિણામ નકારાત્મક આવ્યું. આનો અર્થ એ છે કે સારવાર અને દવાઓએ તેના પર કામ કર્યું છે.

આ બીમાર વ્યક્તિનો નમૂનો કેરળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના યુનિટ (યુઆઈવી) માંથી લેવામાં આવ્યો હતો. હવે આરોગ્ય વિભાગ તે યુવકની સારવાર અંગે યુઆઈવીના અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યું છે. 30 જાન્યુઆરીએ તેને કોરોના વાયરસથી પીડિત જાહેર કરાઈ હતી.

ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ લોકો પીડિત હોવાની પુષ્ટિ મળી છે. આવા હજારો લોકોને ડોકટરોની તીવ્ર દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જે ચીન અથવા તેનાથી અસરગ્રસ્ત અન્ય દેશોથી પાછા ફર્યા છે.

ચીનમાં આ જીવલેણ કોરોના વાયરસને કારણે 908 લોકોનાં મોત નીપજ્યાં છે. સોમવારે ચીનના સત્તાવાર નિવેદન મુજબ 40 હજારથી વધુ લોકો આ વાયરસથી પીડિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો