ઇન્ડિયન નેવીમાં 3400 પોસ્ટ પર નીકળી વેકેન્સી… ધોરણ 12 પાસ કરી શકે છે એપ્લાય; સેલરી 21700થી 69100 રૂપિયા સુધી

ઇન્ડિયન નેવીએ નાવિકોની 3400 પોસ્ટ પર રિક્રૂટમેન્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. આ વેકેન્સી સીનિયર સેકેન્ડરી રિક્રૂટ (SSR),મેટ્રિક રિક્રૂટ (MR) અને આર્ટિફિસર અપ્રેન્ટિઅસ (AA)ની પોસ્ટ પર છે. એપ્લાય કરવાની પ્રોસેસ 14 ડિસેમ્બરથી શરૂ થઇ ચુકી છે, જેની લાસ્ટ ડેટ 30 ડિસેમ્બર છે.

કઇ પોસ્ટ પર કેટલી વેકેન્સી

– સીનિયર સેકેન્ડરી રિક્રૂટ (SSR)ની 2500 પોસ્ટ પર વેકેન્સી છે. આ પોસ્ટ પર એપ્લાય કરનાર કેન્ડિડેટનો જન્મ 1 ઓગસ્ટ, 1998થી 31 જુલાઇ 2002ની વચ્ચે થયો છે.

– આર્ટિફિસર એપ્રેન્ટિસ (AA)ની 500 પોસ્ટ પર વેકેન્સી છે. આ પોસ્ટ પર એપ્લાય કરનાર કેન્ડિડેટનો જન્મ 1 ઓગસ્ટ, 1999થી 31 જુલાઇ, 2002ની વચ્ચે થયો છે.

– મેટ્રિક રિક્રૂટ (MR)ની 400 પોસ્ટ પર વેકેન્સી છે. આ પોસ્ટ પર એપ્લાય કરનાર કેન્ડિડેટનો જન્મ 1 ઓક્ટોબર 1998થી 30 સપ્ટેમ્બર 2002ની વચ્ચે થયો છે.

એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 30 ડિસેમ્બર, જાણો વેકેન્સીથી જોડાયેલી વાતો

સેલરી અને અન્ય ભથ્થું

ટ્રેનિંગ પીરિયડ દરમિયાન કેન્ડિડેટ્સને 14,600 રૂપિયા સેલરી આપવામાં આવશે. ટ્રેનિંગ સક્સેસફૂલ કમ્પલીટ થયા બાદ સેલરીના 3 લેવલ હશે. જેમાં 21,700 રૂપિયાથી શરૂ થઇ 69,100 રૂપિયા સુધી સેલરી અપાવામાં આવશે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન

– સીનિયર સેકેન્ડરી રિફ્રૂટ (SSR):10+2 મેથ્સ અને ફિઝિક્સ સાથે કેમેસ્ટ્રી/બાયોલોજી/કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઇ એક સબ્જેક્ટ્સ સાથે પાસ.
– આર્ટિફિસર અપ્રેન્ટિસ (AA): કોઇપણ રિકોગ્નાઇઝ્ડ બોર્ડથી મેટ્રિકૂલેશન પાસ.
-મેટ્રિક રિક્રૂટ (MR): 10+2 પરીક્ષા મેથ્સ અને ફિઝિક્સમાં 60%થી પાસ. સાથે જ, કેમેસ્ટ્રી/બાયોલોજી/કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઇ એક સબ્જેક્ટ્સ સાથે પાસ.

સિલેક્શન પ્રોસેસ: કોમ્પ્યૂટર બેસ્ડ પરીક્ષા (100 માર્ક્સ), શારીરિક ફિટનેસ ટેસ્ટ (PFT) અને મેડિકલ એક્ઝામિનેશન.

આ રીતે કરો એપ્લાય

જે કેન્ડિડેટ્સ નાવિકો આ પોસ્ટ પર એપ્લાય કરવા માંગે છે, તેમણે ઇન્ડિયન નેવીની ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇ પોતાની એપ્લિકેશન ઓનલાઇન મોકલવાની રહેશે. એપ્લાયની લાસ્ટ ડેટ 30 ડિસેમ્બર, 2018 છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો