બાબા રામદેવ પોતાની અમાન્ય દવાઓને વેચવા માટે એલોપથી વિરુદ્ધ લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા છે- ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને બાબા રામદેવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ યોગગુરુ બાબા રામદેવ પર એલોપથી સારવાર વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ડૉકટરની સંસ્થાએ રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી કરવા પણ માગ કરી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધનને જે પત્ર લખવામાં આવ્યો હતો એમાં IMAએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એલોપથી દવાને તથ્ય વગરની દવાઓનું વિજ્ઞાન તરીકે સંબોધન આપે છે.

IMAએ લખ્યું હતું કે આની પહેલાં પણ કોરોનાની દવાના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન તેમણે ડૉક્ટર્સને હત્યારા કહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી પણ હાજર હતા. દેશના લગભગ તમામ લોકો જાણે છે કે બાબા રામદેવ અને તેમના મિત્ર બીમાર થાય ત્યારે એલોપથી દવાની જ સારવાર લે છે. તેમ છતાં તેઓ પોતાની અમાન્ય દવાઓને વેચવા માટે એલોપથી વિરુદ્ધ લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા છે. આનાથી એક વિશાળ વસતિ પર અસર પડી રહી છે.

IMAએ કહ્યું- રામદેવે DGCIની છબિને લલકારી છે

IMAએ લખ્યું છે કે બાબા રામદેવે દાવો કર્યો છે કે રેમડેસિવિર, ફેબીફ્લૂ અને DGCIથી માન્યતાપ્રાપ્ત કરેલી અન્ય દવાઓને કારણે લાખો લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા(DGCI)ને પડકાર આપ્યો છે. કોરોના દર્દીઓ પર રેમડેસિવિર માટે મંજૂરી કેન્દ્રની સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ જૂન-જુલાઈ 2020માં આપી હતી. આ પ્રકારનો ભ્રમ ફેલાવવા માટે અને લાખો લોકોના જીવ જોખમમાં મૂકવાની વાતનો પ્રચાર કરવા માટે રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઇએ. રામદેવે ફેવિપિરાવિરને તાવની દવા જણાવી હતી, જેથી એ વાતની પુષ્ટિ થાય છે કે તેમને મેડિકલ સાયન્સ અંગે કેટલું જ્ઞાન છે.

IMAએ વધુમાં લખ્યું હતું કે કોરોના મહામારીને કારણે દેશ અત્યારે હેલ્થ ઇમર્જન્સીમાંથી પસાર થઈ રહ્યું છે. સંક્રમણને કારણે અત્યારસુધી લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફ સરકાર સાથે મળીને આને રોકવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. આ જીવલેણ વાયરસ વિરુદ્ધ દેશભરમાંથી ડૉકટરો આગળ આવીને લડત આપી રહ્યા છે. કોરોનાના દર્દીઓને બચાવવામાં હજારો ડૉકટરો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1200 ડૉકટર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો