અમેરિકામાં નદીમાં ડૂબતા 3 બાળકોને આ ભારતીયએ પોતાનો જીવ આપીને બચાવ્યા, આવા ભારતીયોને દિલથી સલામ
અમેરિકામાં એક ભારતીયએ નદીમાં ડૂબતા બાળકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા ના કરી. બાળકો તો બચી ગયા, પરંતુ જીવ બચાવનાર ભારતીય વ્યક્તિ દુનિયાને અલવિદા કહી ગયો. 5 ઑગષ્ટ સાંજની વાત છે. Reedley Beachથી ત્રણ બાળકો કિંગ્સ નદીમાં તણાયા, જ્યારે મનજીત સિંહે એ બાળકોને ડૂબતા જોયા તો તેઓ તરત જ નદીમાં કૂદ્યા. એબીસી 30નાં રિપોર્ટ પ્રમાણે 29 વર્ષના મનજીત સિંહ Fresnoનાં રહેવાસી હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાળકોને બચાવવા જતા ખુદ નદીના પ્રવાહમાં સમાઈ ગયા
બે વર્ષ પહેલા જ તેઓ ભારતથી અમેરિકા આવ્યા હતા. જે દિવસે તેમની સાથે આ ઘટના બની ત્યારે તેમની ટ્રેનિંગનો પહેલો દિવસ હતો. તે ટ્રક ડ્રાઇવિંગના બિઝનેસ માટે અમેરિકા ગયા હતા. જ્યારે મનજીતે બે 8 વર્ષની બાળકીઓ અને એક 10 વર્ષના છોકરાને કિંગ્સ નદીમાં ડૂબતા જોયા તો તે તેમને જોતા જ નદીમાં કૂદ્યા. મનજીત પોતાના બનેવી સાથે અહીં નદી પર જેટ સ્કીસ ડ્રાઇવ કરવા ગયા હતા. તેઓ ખુદ નદીના ભારે પ્રવાહ અને ઊંડાઈમાં સમાઈ ગયા. તેમણે બાળકોની મદદ કરતા પહેલા એક વાર પણ પોતાના વિશે ના વિચાર્યું.
મનજીત સિંહ જેવા ભારતીયોને સલામ
આસપાસના લોકો પછી મદદ માટે આવ્યા. છોકરા અને છોકરીઓને પાણીમાંથી બહાર નીકાળી લેવામાં આવ્યા, પરંતુ એક છોકરી 15 મિનિટ સુધી પાણીમાં ડૂબાતી રહી. તે છોકરીને અત્યારે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી છે. પોલીસ કમાન્ડર Marc Ediger કહે છે કે મનજીત સિંહ કશું પણ વિચાર્યા વગર બાળકોની મદદ માટે નદીમાં કૂદ્યા હતા, પરંતુ દુર્ભાગ્યથી તેઓ ખુદ આમાં સમાઈ ગયા અને ક્યારેય પાછા ના આવ્યા. માર્કે જણાવ્યું કે, સિંહ આ બાળકોને નહોતા જાણતા પરંતુ તેમણે જેવું જોયું કે બાળકો ડૂબી રહ્યા છે તેમણે જમ્પ લગાવ્યો. મનજીત સિંહ જેવા ભારતીયોને સલામ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

