આવતાં વર્ષથી સરકાર ફક્ત ઈ-પાસપોર્ટ જ આપશે, જેમાં ઈલેક્ટ્રોનિક ચિપ પણ હશે, જાણો ઈ પાસપોર્ટના ફાયદા…

જો તમે 2021માં નવા પાસપોર્ટ માટે એપ્લાય કરો છો કે પછી પોતાના એક્સપાયર્ડ પાસપોર્ટને રિન્યૂ કરાવવા માગો છો તો થઈ શકે છે કે હવે તમને ઈ પાસપોર્ટ જ મળે. ઈ પાસપોર્ટમાં એક ઈલેક્ટ્રોનિક માઈક્રો પ્રોસેસર ચિપ લાગેલી હશે.

ટ્રાયલ બેઝિસ પર 20 હજારથી વધારે ઓફિશિયલ અને ડિપ્લોમેટિક ઈ પાસપોર્ટ બનાવ્યા બાદ ભારત સરકારે દેશનાં તમામ નાગરિકો માટે ઈ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને આ માટે ભારત સરકારે એન્જસીની પસંદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ એજન્સી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન ઉપલબ્ધ કરાવશે. માનવામાં આવી રહ્યું છે કે ભારતની વિશાળ આબાદીને જોતાં ઈ પાસપોર્ટની પ્રક્રિયા ખુબ જ મોટું કામ બની રહેશે અને તેને લઈને જ આવું મોટું કામ કરી શકે તેની જરૂર છે.

ઈ પાસપોર્ટ જાહેર કર્યા બાદ તેની નકલ કરવી મુશ્કેલ થઈ જશે અને ઈન્ટરનેશનલ યાત્રાના મામલામાં ઈમિગ્રેશનની પ્રક્રિયા પણ ફટાફટ પતી જશે. અત્યાર સુધી ભારતમાં વ્યક્તિગત જાણકારીવાળી પ્રિન્ટેડ બૂક જેવો પાસપોર્ટ જ બનતો હતો, જેની નકલ કરવી ખુબ જ સરળ છે.

ઈ પાસપોર્ટથી પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાલના સમયની સરખામણીમાં 10 ગણી વધારે ઝડપી બની જશે. અને તે અનેક શાનદાર ફીચરમાંથી એક છે. પાસપોર્ટમાં પેપરની ક્વોલિટી અને તેના પર પ્રિટિંગ પણ વધારે સારી હશે. તેમાં એડવાન્સ સિક્યોરિટી ફિચર આપવામાં આવશે.

ભારત સરકાર ઈ પાસપોર્ટ બનાવવા માટે જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરી રહી છે, તેમાં આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન ઉપલબ્ધ કરાવનાર એજન્સીને દર કલાકે 10 હજારથી 20 હજાર સુધી ઈ પાસપોર્ટ જાહેર કરવા પડશે. અને આ પ્રકારની એજન્સી દિલ્હી અને ચેન્નાઈમાં બનાવવામાં આવશે.

વધતાં જતાં સાયબર ક્રાઈમ, પાસપોર્ટ ફ્રોડ અને કોરોના સંક્રમણ જેવા મામલાઓને ધ્યાનમાં રાખતાં સરકાર આ યોજના પર ઝડપથી કામ કરી રહી છે. ઈ પાસપોર્ટમાં ટચલેસ સુવિધા હોઈ શકે છે. ભારત પહેલાં હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોમાં આ પ્રકારનાં ઈ પાસપોર્ટ પ્રચલિત છે, અને તે સુરક્ષિત અને સફળ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો