WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, દુનિયાના કોઇપણ દેશમાંથી આવનારા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને ઉકેલવા માટે સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. એક પછી એક સ્વાસ્થ્ય અને વિમાનન મંત્રાલયે કેટલાંય નોટિફિકેશન જાહેર કર્યા છે. તેના અમલ બાદ આવતા એક મહિના સુધી આખી દુનિયાથી પોતાને અલગ કરી લેશે. હેતુ મેન ટુ મેન કોન્ટેકટથી ફેલાઇ રહેલા વાયરસ પર કંટ્રોલ કરવાનો છે. ભારત સરકારના નિર્ણયની થોડીક જ વારમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી.

ભારત સરકારે દુનિયાના કોઇપણ દેશમાંથી આવનારા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધ 13મી માર્ચ 2020થી જ લાગૂ થઇ જશે. સંયુકત રાષ્ટ્ર સાથે જોડાયેલા કર્મચારીઓ, કૂટનૈતિક મામલા અને સરકારી પ્રોજેક્ટસ સાથે જોડાયેલા અધિકારીઓ પર આ પ્રતિબંધ લાગૂ થશે નહીં. આ સિવાય બીજા કોઇ દેશમાં દાખલ થઇ શકશે નહીં. ઓવરસીઝ સિટિજન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15મી એપ્રિલ સુધી ખત્મ કરી દેવાઇ છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ પર્યન અને સાધારણ સત્તાવાર કામકાજ માટે ભારત આવવાનું મુશ્કેલ થશે. જો કોઇ ઇમરજન્સી જેવી સ્થિતિ છે તો ભારતીય મિશનથી ખાસ મંજૂરી લેવી પડશે.

સરકારે એમ પણ કહ્યું કે ભારતીય નાગરિકોને કઠોરતાપૂર્વક એ સલાહ અપાય છે કે બિનજરૂરી વિદેશી યાત્રાઓ ના કરો. જો તેઓ કયાંયથી પણ પ્રવાસ કરીને પાછા ફરશે તો તેમને કમ સે કમ 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે અમારી આકરણી પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચૂકી છે. સ્વાસ્થ્ય સંગઠન આખી દુનિયામાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી રહ્યો છે.

સરકારની તરફથી કહ્યું છે કે જે પણ વિદેશી શખ્સ ભારત આવવાની ઇચ્છા ધરાવે છે તે પહેલાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરે. તમામ ભારતીય નાગરિક અને વિદેશી નાગરિકોને કહેવાય છે કે જો ખૂબ જરૂરી ના હો તો બિનજરૂરી પ્રવાસ ના કરો. જો તેઓ ભારત આવે છે તો તેમને 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે.

ભારતમાં કોરોના વાયરસના 60થી વધુ પોઝિટિવ કેસ

કોરોના વાયરસે ભારતને પણ પોતાની ઝપટમાં લઇ લીધો છે. COVID-19થી સંક્રમિત 60 દર્દી ભારતમાં પણ છે. કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ મોડ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયોમાં સતત કેટલીય રાઉન્ડ બેઠક કરાય રહી છે. જો કે કોરોના વાયરસ પર નિર્માણ ભવનમાં બેઠક બોલાવી હતી. બુધવારના રોજ થયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, હરદીપ સિંહ પુરી, નિત્યાનંદ રાય, અશ્વિની ચૌબે સહિત કેટલાંય કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા. આ બેઠકની અધ્યક્ષતા સ્વાસ્થ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને કરી. બેઠક બાદ જ આ નિર્ણય થયો છે.

છ નવા કેસમાં ચાર બેંગાલુરૂ અને એક પૂણેમાં છે. આ બધા અમેરિકા કે દુબઇનો પ્રવાસ કરી ભારત આવ્યા હતા. સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા 1400 લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખ્યા છે. ભૂતાનમાં કોવિડ-19થી સંક્રમિત અમેરિકાના સંપર્કમાં આવનારા 404 લોકોને અસમમાં અલગ રખાયા છે. મોકાની નજાકતને સમજતા બુધવારના રોજ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બે વખત બેઠક થઇ. એ નક્કી છે કે સૌથી પ્રભાવી ઉપાય બહારથી આવનારા લોકોના સંપર્કને રોકવાનો છે. સરકારના નિર્ણયથી ટુરિઝમ અને એર ટ્રાવેલ પર મોટી અસર પડશે જેમની પહેલેથી જ સ્થિતિ ખરાબ છે.

14 દિવસ માટે નજરમાં રહેશે વિદેશી યાત્રી!

ચીન, ઇટલી, ઇરાન, કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં જે પણ ભારતીય કે વિદેશી યાત્રી 15મી ફેબ્રુઆરી રહ્યા હોય, તેમને ભારત આવવા પર કમ સે કમ 14 દિવસ માટે અલગ મેડિકલ નજરકેદમાં રખાશે. 13મી માર્ચ બાદથી જ આ વ્યવસ્થા લાગૂ થઇ જશે.

જમીની સરહદો પર પણ પ્રતિબંધ લાગૂ

ભારત સરકારની તરફથી રજૂ કરવામાં આદેશ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સરહદોની અંતર્ગત થનાર અવરજવર પર પણ નક્કી ચેક પોસ્ટ પર નજર રખાશે. દરેક ચેક પોસ્ટ પર સ્ક્રીનિંગ કરાશે. તેમને અલગથી ગૃહમંત્રાલયની તરફથી નોટિફાઇ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો