ભારતીય મૂળની 16 વર્ષની એન્જલે ગરીબ બાળકોની મદદ માટે 45 કિમી તરીને 42 લાખ રૂપિયા ભેગા કર્યા

ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે.​​​​​​એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે. તેનું કહેવું છે કે આ તેના જીવનની સૌથી લાંબી સ્વિમિંગ ટૂર હતી, જે એકદમ પડકારજનક હતી.

10 વર્ષથી કરી રહી છે સ્વિમિંગ

એન્જલ છેલ્લાં દસ વર્ષથી સ્વિમિંગ કરી રહી છે. તેણે મેનહટનમાં 45 કિલોમીટરની યાત્રા 10 કલાકમાં પૂરી કરી છે. આ દરમિયાન તેણે 20 પુલ પાર કર્યા, જેખુબ જ મુશ્કેલ હતું. એન્જલનું કહેવું છે કે, આ સ્વિમિંગ દરમિયાન અંતર કરતાં ગરમીનો સામનો કરવો વધુ મુશ્કેલ હતું.

એન્જલ આ રકમ ‘ચિલ્ડ્રન ઈન્ટરનેશનલ’ નામની સેવાભાવી સંસ્થાને આપશે, જે ગરીબ બાળકોની મદદ માટે કાર્યરત છે. બ્રિટનના શાહી પરિવારના સભ્યમેગન મર્કેલ અને પ્રિન્સ હેરી પણ આ એનજીઓ સાથે જોડાયેલાં છે. એન્જલની આ પહેલી યાત્રા નથી, આ પહેલાં તેણે 32 કિલોમીટર સુધી લાંબી સ્વિમિંગ ટૂર કરી છે. માત્ર 10 વર્ષની ઉંમરમાં સૌથી નાની વયે કિલિમંજારોનાં શિખર સર કરવાનો રેકોર્ડ પણ એન્જલના નામે છે.

એન્જલનું આગામી લક્ષ્ય ‘ટ્રિપલ ક્રાઉન ઓફ ઓપન વોટર સ્વિમિંગ’માં ભાગ લેવાનો છે. આ મેરેથોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દુનિયાના ફક્ત પસંદગી પામેલા એથ્લિટ ભાગ લે છે. તેમાં ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ‘ઇંગ્લિશ ચેનલ’માં 33.7 કિમીનું સ્વિમિંગ, અમેરિકાના પશ્ચિમ કાંઠાની ‘કેટાલિના ચેનલ’માં 32.5 કિમીનું સ્વિમિંગ અને ન્યૂ યોર્ક સિટીમાં આવેલા મેનહટન આઈલેન્ડને ફરતી પરિક્રમાના 48.5 કિમીના સ્વિમિંગનો સમાવેશ થાય છે.

એન્જલના જણાવ્યા અનુસાર, મારી માતા અર્ચના મોરેએ હંમેશાં મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે, મારી ઉપલબ્ધિઓ માટે મારી માતાની ભૂમિકા મહત્ત્વની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો