આ પટેલની મહેનત રંગ લાવી, અમેરિકાના યોર્કમાં ખોલી ફ્યુઝન રેસ્ટોરન્ટ

અમેરિકાના યોર્ક શહેરમાં પોપ-અપ રેસ્ટોરન્ટ સીરિઝ Taste Testમાં ઓડિશન માટે એક વર્ષ કરતાં વધુ સમયથી તૈયારી કરી રહેલા શેફ (રસોઇયો) હમીર પટેલની મહેનત રંગી લાવી અને તેમણે યોર્ક શહેરમાં જ પોતાની ઇન્ડિયન ફ્યુઝન રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે.

ભારતીયોમાં જાણીતા

હમીર પટેલના હાથની બનાવેલી રસોઇનો ચટાકો દરેકને છે લોકલ કોમ્યુનિટીમાં તે ખુબ જાણીતા છે. હમ્પત સ્પેશ્યાલિટી ફુડ માટે બે વર્ષથી મુખ્ય શેફ તરીક કામ કરતા હમીર પટેલનું પોતાની રેસ્ટોરન્ટ ખોલવાનું સપનું પૂર્ણ થયું છે. તેમને પોતાની સ્કીલ પર સંપૂર્ણ ભરોસો હતો. તેમનું કહેવું છે કે મારી રસોઇ જ બોલે છે. યોર્કના 24 એસ જ્યોર્જ વિસ્તારમાં હમીરે તેમની હમીર્સ ઇન્ડિયન ફ્યૂઝન રેસ્ટોરન્ટ ખોલી છે.

હમીર પટેલના હાથની બનાવેલી રસોઇનો ચટાકો દરેકને છે લોકલ કોમ્યુનિટીમાં તે ખુબ જાણીતા છે

યોર્ક ડેઇલી રેકોર્ડને આપેલા ઇક ઇન્ટરવ્યૂમાં હમીર પટેલ જણાવે છે કે મને જે સફળતા મળી છે તેમાં મારી ફેમિલી, ફ્રેન્ડઝ અને સપોર્ટ્સનો મહત્વનો ફાળો છે. આજે હું જે છુ તે તેમના કારણે જ છું. હું જે રીતે વિચારું છું તે જ રીતે રાંધું છુ.

પટેલ અને તેમનો આ ઇફ્યુઝન ઇન્ડિયન કિચનનો કન્સેપ્ટ એવો પહેલો કન્સેપ્ટ છે જે સમગ્ર રીતે Taste Testની પ્રોસેસમાંથી પસાર થયો છે. તેમણે Taste Test માટે બે વાર ઓડિશન આપી હતી પ્રથમ જ્યારે તે યોર્કિચનમાં અને બીજી જ્યારે Taste Testએ તેનો કાફે ફેબ્રુઆરીમાં ખોલ્યો હતો. જુલાઇથી સપ્ટેમ્બર સુધી પટેલનો કન્સેપ્ટ Taste Test રેસ્ટોરન્ટમાં ચકાસવામાં આવ્યો. તેમનું ઓડિશન થયું. અને હમીર પટેલને ઓડિશમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. ટેસ્ટ ટેસ્ટના ક્રિએટિવ ડિરેકટર એલીશન વિધરો જણાવે છે કે યોર્કના લોકો હમીરના ફુડના દિવાના છે.

હમીર પટેલનું રેસ્ટોરન્ટ જે જગ્યાએ ખુલ્યું તે જગ્યાએ પહેલા ફ્રાન્સની એક પેસ્ટ્રીઝની દુકાન હતી જે ચાલુ વર્ષની શરૂઆતમાં બંધ થઇ ગઇ હતી. હમીર પટેલનું કહેવું છે કે તે મોટી કે નાની નથી પરંતુ પરફેક્ટ છે. યોર્કમાં પાયાનો પથ્થર નાંખવા માટે મને જગ્યા મળી છે જે અદ્ભુત છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો