કોરોના વાયરસનો બિહામણો ચહેરો, વુહાનમાં ફસાયેલા ભારતીય દંપત્તિની દાસ્તાન સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

ચીનમાં કોરોના વાયરસથી 2000 લોકોના મોત બાદ પણ ત્યાં ફસાયેલા ભારતીયોમાં બેચેની છે. ચીનના વુહાન શહેર જ્યાંથી આ બીમારીની શરૂઆત થઇ હતી હજુ પણ ત્યાં અંદાજે 130 ભારતીયો ફસાયા છે. અંદાજે સવા કરોડની વસતીવાળું આ શહેર એક મહિનાથી બંધ કરી દેવાયું છે. બજાર, સ્કૂલ, ઓફિસ , કોલેજ બધું જ બંધ છે અને કોઇને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. ત્યાં ફસાયેલા એક ભારતીય પ્રોફેસર આશિષ યાદવ અને તેમના પત્ની નેહાએ વીડિયો સંદેશ મોકલીને ભારત સરકાર પાસે મદદ માંગી છે.

આપને જણાવી દઇએ કે સવા કરોડની વસતીવાળા વુહાન શહેરને મધ્યચીનની આર્થિક, વ્યાપારિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક રાજધાની મનાય છે. કોરોનાના ખોફથી અહીં બધું જ બંધ છે. તમામ બજાર, મોલ, ઓફિસ, 25 યુનિવર્સિટીઝ, 350થી વધુ ઇન્સ્ટિટ્યુટ્સ અને તમામ લોકો ઘરોમાં કેદ છે. અહીંની ટેક્સટાઇલ યુનિવર્સિટીમાં એસોસીએટ પ્રોફેસર આશિષ યાદવે ત્યાંની પરસ્થિતિ જણાવી મદદ માંગી છે.

આશિષ યાદવે વીડિયો સંદેશ મોકલી કહ્યું કે આ શહેર આખું વેરાન થઇ ચૂકયું છે. અહીં એક બે ગાડીઓ જ રસ્તા પર દેખાય છે. પક્ષીઓના અવાજ પણ સાંભળી શકો છો. અહીં કશું જ નથી. અમે લોકો જે બિલ્ડિંગમાં રહીએ છીએ તે આખી ખાલી થઇ ગઇ છે. અમે સાત બોટલ પાણી એકત્રિત કરીને રાખ્યું હતું તે પણ ખત્મ થતું જઇ રહ્યું છે. અમને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. હવે અમારી પાસે માત્ર એક જ બોટલ પાણી વધ્યું છે. અમારી પાસે બહુ ખાવાનું પણ નથી. થોડાંક શાકભાજી છે. અમારી દરખાસ્ત છે કે અમારી વિનંતી ભારત સરકાર સુધી પહોંચાડી દો. આશિષે વડાપ્રધાનને અપીલ કરી કે અમને ઝડપથી અહીંથી બહાર નીકળવામાં અને ભારત પહોંચવામાં મદદ કરે.

આશિષ યાદવ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના રહેવાસી છે. આશિષ યાદવના માતા-પિતા અહીં રહે છે. આશિષના પિતા ભંવર સિંહે કહ્યું કે તેઓ અહીં આવવા માંગે છે, પરંતુ અત્યારે પરેશાન છે. વારંવાર તેઓ ફોન કરી રહ્યા છે. હાલ વુહાનમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર એ છે કે ફરી એક વિમાન ભારતીયોને લેવા માટે જશે. આ વખતે ભારતીય વાયુસેનાનું વિમાન બાકી રહેલા લોકોને લેવા જઈ શકે છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો