ભારતીય સેનાની માનવતા અને ઉદારતા: ચીન સાથેના તંગ સંબંધો વચ્ચે સિક્કીમમાં 17,500 ફૂટની ઉંચાઈ પર માર્ગ ભૂલી ગયેલા ત્રણ ચીની નાગરિકોના સેનાએ જીવ બચાવ્યા

ઉત્તર સિક્કીમમાં 17,500 ફૂટની ઊંચાઈએ પઠારી વિસ્તારમાં શૂન્યથી નીચેના તાપમાનમાં ભટકી ગયેલા 3 ચીનના નાગરિકો મદદની અપીલ કરી રહ્યા હતા. તેમાં બે પુરુષો તથા એક મહિલા હતી. તેમની મદદની પોકાર સાંભળી ભારતીય સૈનિકો ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. સૈનિકોએ સૌથી પહેલાં તેમની સારવાર કરી. પછી તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને ગરમ કપડાં આપ્યાં હતાં. વાત જાણે એમ છે કે ઉત્તરી સિક્કીમમાં ત્રણ ચીની નાગરિક ફસાઈ ગયા હતા, જેમને બચાવવા માટે ભારતીય સેના મદદ માટે આગળ આવી હતી. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજની છે કે જ્યારે આશરે 17,500 ફૂટની ઉંચાઈ પર ઉત્તર સિક્કીમના પઠાર ક્ષેત્રમાં ચીનના ત્રણ નાગરિક માર્ગ ભૂલી ગયા હતા અને શૂન્યથી પણ નીચા તાપમાનમાં આ વિસ્તારમાં આવી ગયા હતા. આ ત્રણ વ્યક્તિમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. તેમની પાસે ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. તેઓ ભીષણ ઠંડીની સ્થિતિમાં પહાડોમાં ભૂલા પડ્યા હતા. આ સંજોગોમાં ભારતીય સેનાની તેમના પર નજર ગઈ હતી.

સેનાએ ઓક્સિજન, ભોજન, ગરમ કપડા સાથે તબીબી સહાય ઉપલબ્ધ કરાવી

સેના તરફથી જારી એક નિવેદન પ્રમાણે ત્રણ ચીની નાગરિકોની મદદ માટે ભારતીય સેનાના જવાન આગળ આવ્યા હતા. તેમને ઓક્સિજન, ભોજન, ગરમ કપડા સાથા ચિકિત્સા સહાય પણ ઉપલબ્ધ કરાવી હતી. ભારતીય સેનાએ તેમને યોગ્ય માર્ગ દેખાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેઓ પરત જઈ શક્યા હતા. ચીનના નાગરિકોએ ભારતીય સૈનિકો તરફથી જે માનવતાભરી મદદ કરી તે બદલ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.​​​​​

5 ભારતીય નાગરિકોના અપહરણ વચ્ચે સેનાએ ચીનના નાગરિકોની મદદ કરી

ભારતીય સેનાએ એવા સમયે ચીનના નાગરિકોની મદદ કરી છે કે જ્યારે શનિવારે અરુણાચલ પ્રદેશમાંથી સમાચાર આવ્યા હતા કે ચીનની સેનાએ બોર્ડર પર 5 ભારતીયોનું અપહરણ કર્યું છે. અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય નિનોંગ એરિંગએ દાવો કર્યો હતો કે ચીનની સેનાએ બોર્ડર પરથી ભારતીયોનું અપહરણ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો