ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા, PAK આર્મીને સફેદ ઝંડો બતાવીને લાશો લઈ જવી પડી

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાનેન આખી દુનિયામાંથી સપોર્ટ નથી મળ્યો ત્યારે અકળાયેલું પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરીને તેમનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. જોકે તેમાં પણ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં 10 અને 11 સપ્ટેમ્બરે કરવામાં આવેલા સીઝફાયરનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.

અહીં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના બે જવાનોને ઠાર કરી દીધા હતા. ત્યાર પછી પાકિસ્તાની આર્મીએ હાર માનવી પડી હતી અને તેમણે ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને તેમના સૈનિકોની લાશ લઈ જવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, યુદ્ધ દરમિયાન સફેદ ઝંડા દર્શાવવાનો મતલબ થાય છે સમર્પણ કરવું અથવા યુદ્ધ વિરામ.

ANI ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આર્મીએ કહ્યું હતું કે, 10-11 સપ્ટેમ્બરે ભારતીય સેનાની ટૂકડીએ પાકિસ્તાનમાં એક સૈનિક ગુલામ રસૂલને પીઓકેના કાઝીપુર સેક્ટરમાં ઠાર કર્યો હતો. સૈનિક રસૂલ પાકિસ્તાનના પંજાબ રાજ્ય બહાવલનગરમાં રહેતો હતો. ત્યારપછી પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર વધારી દીધો હતો અને સૈનિકોની લાશ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન રસૂલની લાશ લેવા આવેલા એક પાક સૈનિકનું ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં મોત થયું હતું.

સતત બે દિવસ પ્રયત્ન કર્યા પછી પણ જ્યારે પાકિસ્તાની આર્મી તેમના જવાનોની લાશ ન લઈ જઈ શકી ત્યારે 13 સપ્ટેમ્બરે પાકિસ્તાન તરફથી સફેદ ઝંડો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારપછી ભારતીય સેનાએ પાકિસ્તાની આર્મીને તેમના જવાનોની લાશ લઈ જવા દીધી હતી.

નોંધનીય છે કે, 30-31 જુલાઈએ કેરનના સેક્ટરમાં 5-7 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હતા પરંતુ પાક સેના તેમની લાશ નહતી લઈ ગઈ. તેમણે માન્યું હતું કે, ઠાર કરવામાં આવેલા લોકો કાશ્મીરી છે અથવા લાઈટ ઈન્ફ્રેન્ટ્રીના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો