સરહદ પર ભારતીય સેનાની આકરી કાર્યવાહી, ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનનાં 17 સૈનિકોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો જવાબ ભારતીય સુરક્ષાદળો જડબાતોડ રીતે આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોએ સોમવારનાં બે પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા, જ્યારે છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાનનાં 17 સૈનિકો ઠાર કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાની અનેક ફૉરવર્ડ પોસ્ટને પણ નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પાકિસ્તાને આ વર્ષે 1 હજારથી વધારે વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ આ વર્ષે 1 હજારથી વધારે વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જાણકારી પ્રમાણે રવિવારનાં મોડી રાત્રે ભારતીય સેના તરફથી કરવામાં આવેલી જોરદાર કાર્યવાહીમાં પીઓકેનાં નિકિયાલ સેક્ટરમાં પાકિસ્તાની સેનાનાં 6 જવાનો માર્યા ગયા છે, જ્યારે સવારે 2 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાની 4 ફૉરવર્ડ પોસ્ટ પણ તબાહ થઈ ગઈ છે.


પહેલા પાકિસ્તાને કર્યો હુમલો

આ તમામ સૈનિક પાકિસ્તાન સેનાની સિંધ રેજિમેન્ટનાં જવાબ હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં એક ડઝનથી વધારે પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા છે. આ પહેલા 20 અને 21 જૂનનાં પણ પાકિસ્તાની સેનાએ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતુ. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન તરફથી પહેલા ભારતીય સેનાની પોસ્ટને નિશાન બનાવતા હુમલો કરવામાં આવ્યો હતો.

2 દિવસમાં જ પાકિસ્તાનનાં 9 સૈનિકો મર્યા

આના જવાબમાં ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. ભારતીય સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી એ પ્રકારે હતી કે પાકિસ્તાની સેનાનાં જવાનો પોતાની જગ્યા છોડીને ભાગવા મજબૂર થયા. સૂત્રોનું કહેવું છે કે 2 દિવસમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં હાજીપીર સેક્ટર, હદોરી સેક્ટર, બગસર સેક્ટર, જંદરોટ અને ડેરા શેરખાનમાં પાકિસ્તાની સેનાનાં 9 સૈનિક માર્યા ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો