ભારત પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, અમેરિકા, રશિયા અને બ્રિટનને પણ ચટાડી શકે છે ધૂળ: ચીની નિષ્ણાંત
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઉભો થયેલો સરહદી વિવાદ તેની ચરમસીમાએ છે. ભારત કોઈ પણ ભોગે પીછેહટ કરવા તૈયાર નથી જેથી બરાબરનું અકળાયેલુ ચીન છસવારે યુદ્ધની ધમકીઓ પર ઉતરી આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે ચીનના જ મિલિટરી નિષ્ણાંતે ચીનને દર્પણ દેખાડ્યું છે. આ નિષ્ણાંતે ભારતીય સેનાના ભારોભાર વખાણ કર્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચીની મિલિટરી નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ભારત પાસે દુનિયાની સોથી મોટી અને સૌથી અનુભવી અને કુશળ સેના છે જે હિમાલયના પહાડોમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ લડવા માટે તૈયાર છે. ભારતની આ સેના એ હદે શક્તિશાળી અને કુશળ છે કે, અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાંસના સૈન્યને ધુળ ચટાડી શકે છે.
લદાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાની ચીનના મિલેટ્રી એક્સપર્ટે ભરપૂર વખાણ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેમનું કહેવું છે કે ભારત પાસે દુનિયામાં સૌથી મોટી અને સૌથી અનુભવી પઠારી અને પહાડી સેના છે. જેમની પાસે ઉત્તમ હથિયારો છે જે તિબ્બત સરહદ જેવા વિસ્તારોમાં ખુબ ફાયદાકારક બની શકે છે. મોર્ડન વેપનરી મેગેઝીનના સિનિયર એડિટર હુઆંગ ઝૂઓઝીએ એક આર્ટિકલમાં લખ્યું છે કે, હાલ દુનિયાની સૌથી મોટી અને અનુભવી પહાડી અને પઠારી સેના ન તો અમેરિકા પાસે છે, ન તો રશિયા પાસે કે પછી ન કોઈ યુરોપિયન દેશ પાસે, દુનિયામાં એકમાત્ર માત્ર ભારત પાસે આવી શક્તિશાળી સેના છે. ભારત પહાડી યુદ્ધમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાંસની સૈનાને ખુબ જ આસાનીથી ધુળ ચટાડવા સક્ષમ છે.
ચીની એક્સપર્ટે ડ્રેગનને જ દેખાડ્યું દર્પણ
આવું કદાચ પહેલીવાર બન્યું છે કે ચીનના મિલેટ્રી એક્સપર્ટે સેનાની તાકાત અને વ્યુહાત્મક મહત્વના વખાણ કર્યા છે. હુઆંગે લખ્યું હતું કે, 12 ડિવિઝનોમાં 2 લાખથી વધુ ટુકડીઓ સાથે ભારત પહાડી ફોર્સ દુનિયામાં સૌથી વધુ છે. હુઆંગનું કહેવું છે કે 1970 બાદ ભારતની મિલેટ્રીએ પહાડી ટુકડીઓને મોટા સ્તરે સ્થાપિત કરી છે અને વિસ્તાર કર્યો છે. આ સાથે જ 50,000 સ્ટ્રાઈક ફોર્સ તૈયાર કરવાનો પણ પ્લાન છે. ભારતમાં પહાડી ટુકડીઓને ચીનની સરહદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને તિબ્બત નજીક.
સિયાચિનમાં પણ છે ભારતીય સેના
હુઆંગનું કહેવું છે કે, પર્વતારોહણ ભારતીય પહાડી સેનામાં દરેક સભ્ય માટે મહત્વનું છે. આ માટે ભારતે મોટી સંખ્યામાં પ્રોફેશનલ અને નવા પર્વતારોહીઓને પ્રાઈવેટ સેક્ટરમાંથી ભરતી કર્યા છે. સિયાચિન ગ્લેશિયરમાં ભારતીય સેનાની હાજરીને લઈને હુઆંગે કહ્યું કે, ભારતની સેનાએ સિયાચિન ગ્લેશિયરમાં સેંકડો આઉટપોસ્ટ બનાવી છે જેમાંથી કેટલીક 5 હજાર મીટર ઊંચાઈ પર છે. તેમાં 6 થી 7 હજાર ફાઈટર તૈનાત કર્યા છે. સૌથી ઊંચી પોસ્ટ 6749 મીટર પર બનાવવામાં આવી છે.
પોતે જ તૈયાર કર્યા હથિયારો
ભારતીય સેનાના હથિયારો અને શસ્ત્રસરંજામને લઈ હુઆંગે કહ્યું હતું કે, તેમની પાસે ઊંચાઈ અને પહાડી આબોહવામાં ચલાવવા માટે વિશાળ પ્રમાણમાં હથિયારો છે. જે તેમણે બહારથી મેળવ્યાં છે અને ઘરેલુ રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા ઘરેલુ સ્તરે પણ તૈયાર કર્યા છે. ભારતીય સેના અમેરિકા પાસેથી એડવાન્સ્ડ હેવી ઈક્વિપમેન્ટની ખરીદી પર મોટી કિંમત ચૂકવે છે જેમા M777 સૌથી હળવા હોવિત્ઝર અને ચિનૂક હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે જે આર્ટિલરી ગન સરળતાથી ઉચકવામાં સક્ષમ છે. તેનાથી સેનાનો ફાયર સપોર્ટ અને એન્ટી આર્મર ક્ષમતા વધે છે.
હુઆંગના મતે ભારતીય સેનાએ પોતાને અમેરિકાના અપાચે ફાઈટર હેલિકોપ્ટરોથી લેસ કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને તેને પૂરી રીતે એરફિલ્ડ સપોર્ટ પર નિર્ભર રહેવું ન પડે. ખામીઓ વિશે જણાવતા કહ્યું હતું કે, ભારતીય સેના હથિયારો મામલે હજી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની નથી. ખાસ કરીને ત્યારે જ્યારે ભારત પશ્ચિમી ક્ષમતાનો ઉપયોગ કરીને મોટા પાયે અત્યાધુનિક હળવા હથિયારો ખરીદી કરે છે ત્યારે ગોળા બારૂદની આપૂર્તિ એક મોટી સમસ્યા બને છે. પરંતુ ઘણી ખરી રીતે તેને આત્મનિર્ભર થવામાં મજબુત પગલા ભર્યા હોવાનું પણ હુઆંગે કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

