સેનાની માનવતા: આંતકીને પાણી પીવડાવતો સેનાનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ સેના પર ગર્વ કરશો
કાશ્મીરની ઘાટીમાં ભારતીય સેનાના આતંકવાદીઓને ખતમ કરવાનું મિશન ચાલુ છે. ભારતીય સેના સતત આંતકવાદીઓનો સફાયો કરવામાં લાગેલી છે. પરંતુ આ દરમિયાન સેનાએ પોતાની માનવતા પણ દાખવી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સેના જવાન આતંકવાદીને પાણી પીવડાવવાની વાત કરી રહ્યા છે
સુરક્ષાદળોઓના હાથે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ હંમેશા માર્યા જઈ રહ્યા છે. સાથે સેના તેમને સરેન્ડર કરવાનો મોકો પણ આપી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં સેના જવાન આતંકવાદીને પાણી પીવડાવવાની વાત કરી રહ્યા છે. આ વીડિયો શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ બાદ લોકોએ સેનાની કામગીરીના વખાણ મન મુકીને કર્યા હતા.
One SPO went missing with two AK-47 on 13 Oct 20. Same day, Jahangir Ah Bhat (31 yr old shopkeeper) from Chadoora had gone missing too. Today, he was apprehended with one AK rifle.#Kashmir https://t.co/D2p2WmHqal pic.twitter.com/44YdqxGTSe
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) October 16, 2020
ભારતીય સેનાને માહિતી મળી કે બે આતંકવાદીઓ એક મકાનમાં છુપાયેલા છે જેમાં પોલીસે ફરાર કરાર કરેલો એસપીઓ અલ્તાફ હુસૈન પણ હતો. સેનાએ ઘેરાબંધી કરીને અને તેમને ઘરી લીધા હતા. અલ્તાફ હુસૈન લાગ જોઈ ભાગી ગયો હતો. પરંતુ બીજો આંતકવાદી જહાંગીર જેણે સરેન્ડર કર્યુ હતુ.
જહાંગીરના સરેન્ડર કરતાની સાથે તેના પિતા સેનાના પગે પડી ગયા હતા અને સેનાનો આભાર માન્યો હતો. ઉલ્લેખીય છે કે 31 વર્ષીય દુકાનદાર જહાંગીર ભટ 13 ઓક્ટોબર ચૌડોરાથી ગુમ થઈ ગયો હતો. તેના પરિવારે તેને શોધ્યો પણ હતો. શુક્રવારે સેનાએ તેને એક રાઈફલ સાથે પકડ્યો જ્યાં તેણે સરેન્ડર કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

