આ પટેલનો અમેરિકામાં વાગ્યો ડંકો, કાર્યવાહક રક્ષા મંત્રીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ભારતીય અમેરિકી કશ પટેલ (Kash Patel)ને અમેરિકાના કાર્યવાહક રક્ષા મંત્રી ક્રિસ મિલર (Chris Miller)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) દ્વારા માર્ક એસ્પર (Mark Esper)ને હટાવી દેવામાં આવ્યા હતા. અને નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના ડિરેક્ટર ક્રિલ મિલરને કાર્યવાહક રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ પેન્ટાગોને કશ પટેલની નિયુક્તિ કરી છે.

પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે મિલરે નવો પદભાર ગ્રહણ કરી લીધો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કાર્યરત કશ પટેલને કાર્યવાહક રક્ષા મંત્રી મિરલના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પટેલ જેન સ્ટીવર્ટનું સ્થાન લેશે જે રાજીનામું આપી ચૂક્યા છે. કશનું પૂરુ નામ કશ્યપ પ્રમોદ પટેલ છે અને તે આ પહેલાં હાઉસ પરમાનન્ટ સેલેક્ટ કમિટીમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ અનેક સંવેદનશીલ પદો પર કામ કરી ચૂક્યા છે.

39 વર્ષીય કશ પટેલને જૂન 2019માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એન્ટી ટેરેરિઝમ ડિરેક્ટોરેટમાં સીનિયર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો પણ તેઓનું મૂળ ગુજરાતનું છે. જો કે, પટેલના પિતા યુગાન્ડાથી હતા અને માતા તંજાનિયાથી હતા. તેઓનો પરિવાર 1970માં કેનેડાથી અમેરિકા આવી ગયો હતો. ન્યુયોર્ક અને વર્જિનિયાથી અભ્યાસ પૂર્ણ કર્યા બાગ પટેલ ફ્લોરિડા જતા રહ્યા હતા.

ફ્લોરિડામાં ચાર વર્ષ સુધી રાજ્યના સરકારી વકીલ તરીકે ભૂમિકા નિભાવી. જે બાદ ન્યાય વિભાગ તરફથી કશ પટેલ રક્ષા વિભાગમાં નાગરિક સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડમાં સામેલ થયા હતા. જે બાદ તેઓને પેન્ટાગોનમાં સ્પેશિયલ ફોર્સના લોકોની સાથે ન્યાય વિભાગના વકીલ તરીકે કામ કર્યું. એક વર્ષ સુધી સંવેદનશીલ પદ પર કામ કર્યા બાદ તેઓને એન્ટી ટેરેરિઝમ સીનિયર કાઉન્સિલ બનાવવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો