અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર પિતા-પુત્રીનું કોરોનાને કારણે થયું મોત, પરિવારમાં પાંચ સભ્યો છે ડૉક્ટર

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના એક પિતા અને પુત્રીનું કોરના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. બંને વ્યવસાયે ડૉક્ટર હતા. તેમના પરિવારમાં પાંચ ડૉક્ટર હતા. કોરોનાનો ભોગ બનનાર 78 વર્ષીય સત્યેન્દ્ર દેવ ખન્ના એક સર્જન હોવાની સાથે ઘણી હોસ્પિટલોમાં સર્જરી ચીફ તરીકે સેવા આપી ચૂક્યા હતા. જ્યારે તેમની 43 વર્ષીય પુત્રી પ્રિયા ખન્ના આંતરિક ચિકિત્સા અને નેફ્રૉલોજીની વિશેષજ્ઞ હતી. તે યુનિયન હસ્પિટલમાં ચીફ ઓફ રેસીડન્સ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ન્યૂજર્સીના ગર્વનરે શોક વ્યક્ત કર્યો

ન્યૂજર્સીના ગર્વનર ફિલ મર્ફીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ડૉક્ટર સત્યેન્દ્ર દેવ ખન્ના અને ડૉ પ્રિયા ખન્ના પિતા-પુત્રી હતા. બંનેએ પોતાનું જીવન લોકોની સેવા કરવામાં વિતાવ્યું હતું.આ એક એવો પરિવાર હતો, જે સ્વાસ્થ્ય અને આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે સમર્પિત હતો. આપણાં શબ્દો આપણી સંવેદનાઓ પ્રગટ કરી શકતા નથી.


પરિવારમાં પાંચ ડૉક્ટર

બંનેના મોત ક્લારા માસ મેડિકલ સેન્ટરમાં એક સપ્તાહના અંતરમાં થયા હતા. ડૉ. સત્યેન્દ્રના પત્ની કમલેશ ખન્ના પણ બાળ રોગ નિષ્ણાત છે. તેમની બે અન્ય દીકરીઓમાં સુગંધા ખન્ના ફિજિશિયન છે અને અનીશા ખન્ના પોતાની માતાની જેમ જ બાળ રોગ નિષ્ણાત છે. આખો પરિવાર ડૉક્ટર હોવાના કારણે ભારતીય સમુદાય ખુબ જાણીતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો