ભારતની આ તોપ દુનિયામાં છે અજૂબો, એક જ ગોળાથી બન્યું હતું તળાવ, જાણો ક્યાં આવેલી છે.

ભારતીય રાજા-મહારાજાઓનો ઈતિહાસ જેટલો તેમની વિરાસત અને શાન માટે ચર્ચામાં રહ્યો છે, તેટલો જ તેમના અસ્ત્રો અને શસ્ત્રોના કારણે ચર્ચામાં રહ્યો છે. ક્યારેક ચર્ચા મહારાણા પ્રતાપની તલવારની થઈ તો ક્યારેક ટીપૂ સુલતાનની તોપની. પરંતુ આજે તમને રાજસ્થાનના એક કિલ્લામાં સ્થિત એશિયાની સૌથી મોટી તોપ વિશે જણાવીશું જેના એક જ ગોળાના પ્રહારથી તળાવ બની ગયું.

આ તોપને જયપુરમાં જયગઢ કિલ્લા પર મૂકવામાં આવી છે. આ એશિયાની સૌથી મોટી તોપ છે. તેની સાઈઝ એટલી મોટી છે કે તેને જ્યારે એક વાર ફાયર કરવામાં આવી તો ગોળાથી 35 કિમી દૂર એક ગામમાં તળાવ બની ગયું.

ભારતમાં અહીં છે એશિયાની સૌથી મોટી તોપ..

તળાવમાં આજે પણ પાણી

ખાસ વાત એ છે કે આ તળાવમાં આજે પણ પાણી છે અને લોકો માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

હવે જ્યારે પણ રાજસ્થાન જવાનું થાય ત્યારે આ સ્થળની મુલાકાત અચૂક લેજો, દિલ ખુશ થઈ જશે.

અરાવલીના પહાડો પર બન્યો છે કિલ્લો

જયગઢનો કિલ્લો અરાવલીના પહાડો પર બનેલો છે અને તેનું નિર્માણ 1726માં થયું હતું.

50 ટન છે તોપનું વજન

આ તોપની નળી ખૂબ લાંબી છે અને તેનું કુલ વજન 50 ટન છે. આ તોપ જયગઢ કિલ્લાના ડુંગર દરવાજા પર મૂકવામાં આવી છે. તોપની નળીથી લઈને અંતિમ છેડા સુધીની લંબાઈ 31 ફૂટની છે.

8 મીટર લાંબા બેરલ મૂકવાની સુવિધા

આ તોપમાં 8 મીટર લાંબા બેરલ મૂકવાની સુવિધા છે. આ દુનિયાભરમાં સૌથી વધારે ચર્ચિત છે.

તોપ માટે ગોળો આમાં બનાવતા..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો