“ક્યાંક આપણે આપણા પાડોશી દેશથી પાછળ ન રહી જઈએ.!” આ દિગ્ગ્જ ઉદ્યોગપતિનું મોટું નિવેદન

પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં 10 વર્ષમાં 80 લાખ લોકો ગરીબીથી મુક્ત થયા છે. ક્યાંક આપણે આપણા પાડોશીઓથી પાછળ ન રહી જઈએ.

તેમણે આ બાબતને પ્રેરણાદાયી ગણાવી અને લખ્યું: હવે આપણું બજેટ બનાવવાનો સમય આવી ગયો છે, તેથી આપણે એવી નીતિઓ ઘડવાની જરૂર છે કે જેથી આપણે ઝડપથી વિકસી રહેલા આપણા પાડોશી દેશો કરતા પ્રદર્શનમાં પાછળ ન રહી જઈએ.

વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ દુનિયાની સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ભારતથી પણ વધુ ઝડપથી વિકસી રહી છે. 2010થી અત્યાર સુધી બાંગ્લાદેશમાં 80 લાખ ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. દરેક વ્યક્તિની આવક 10 વર્ષમાં 3 ગણી થઇ ગઈ છે.

બાંગ્લાદેશમાં ચીન પછીનો વિશ્વનો બીજો સૌથી મોટો કાપડ ઉદ્યોગ

વીડિયોમાં સવાલ આવે છે કે તેની અર્થવ્યવસ્થા આટલી ઝડપથી કેવી રીતે વધી રહી છે? આ જવાબ આપતાં કહેવામાં આવ્યું છે કે આનાં ચાર કારણો છે. પ્રથમ બાંગ્લાદેશમાં ચીન પછીનો વિશ્વનો બીજો સૌથી મોટો કાપડ ઉદ્યોગ છે. અને તેની નિકાસ હજુ પણ દર વર્ષે 16 ટકાના દરે વધી રહી છે. બીજું તેની પાસે વિશાળ યુવાનોની વસ્તી છે. બાંગ્લાદેશ વિશ્વનો આઠમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને દેશની કુલ વસ્તીનો અડધો ભાગ 25 વર્ષથી ઓછી વયની છે. ઉપરાંત યુવાન કર્મચારીઓ નવી ટેક્નોલોજી ઝડપથી શીખી લે છે.

બાંગ્લાદેશમાં છ લાખ આઇટી ફ્રીલાન્સર્સ

ત્રીજું કારણ તેનો ડિજિટલ પાવર છે. બાંગ્લાદેશમાં છ લાખ આઇટી ફ્રીલાન્સર્સ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ટેક્નોલોજી બાંગ્લાદેશને નવી અર્થવ્યવસ્થામાં વિકાસ કરવામાં મદદ કરી રહ્યું છે. દેશમાં વધુને વધુ લોકો ઓનલાઇન બેંક ખાતાઓ અપનાવી રહ્યા છે.

રોકાણ આકર્ષવા માટે 100 વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ) વિકસિત કરવામાં આવી રહ્યા છે

ચોથું, જ્ઞાન આધારિત સમાજ તરફ લોકોનું વલણ વધ્યું છે. બાંગ્લાદેશ ખેતી અને ઉત્પાદન ઉપરાંત વૈવિધ્યપુર્ણ છે. દેશની રાજધાની ઢાકા પોતાને ટેક્નોલોજી સેન્ટર બનાવી રહ્યું છે.

લિબરલ ટેક્સ બ્રેક ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત આપી રહ્યું છે, અને રોકાણ આકર્ષવા માટે 100 વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ) વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે આર્થિક રીતે આઠ ટકાની વૃદ્ધિની આગાહી છે.

અહેવાલ છે કે દરિયાની સપાટી વધતા જતા વસ્તીના ત્રીજા ભાગને વિસ્થાપન થવાનું જોખમ હોવા છતાં, બાંગ્લાદેશની આર્થિક સફળતાથી ઘણું શીખી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો