સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન 4.0 લાગુ કરાયુ, ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

​દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4.0માં ક્યા રાહત હશે ક્યા પ્રતિબંધ હશે તેને લઇને નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

1. લોકડાઉન 31 મે સુધી અમલમાં રહેશે

2. આ પ્રવૃત્તિઓ ઉપર દેશભરમાં પ્રતિબંધ રહેશે

ક) સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.

ખ) મેટ્રો રેલવે સેવા બંધ રહેશે.

ગ) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.ઘ) હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોમ ડિલિવરી માટેના રસોડા, કવોરેનટાઈન ફેસિલિટી, પોલીસ, સરકારી અધિકારીઓ વગેરે માટેની રહેઠાણ સેવાઓ, બસ ડેપો, રેલવે સ્ટેશન પરના કેન્ટિન ચાલુ રહેશે

ચ) તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, ધાર્મિક, સામાજિક પ્રકારના મેળાવડા બંધ રહેશે.

છ) તમામ ધાર્મિક સ્થળો અને પૂજા કરવાના સ્થળો બંધ રહેશે.

3. આ પ્રવૃતિઓ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય આંશિક રીતે ખોલી શકાશે.

ક) રાજ્યો વચ્ચેની બસ અને વાહન સેવા (બંને રાજ્યોની મંજૂરી જરૂરી)
ખ) રાજ્યોની અંદર અંદર બસ અને વાહન સેવા શરૂ કરી શકાશે.

સમગ્ર દેશમાં રાતે 7થી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સેવાઓ સેવાઓ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી શકાશે નહીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય

ઉપર મુજબના નિયમોનું તમામ નાગરિકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે, જો એવું નહીં કરે તો સેક્શન 51થી 60 અંતર્ગત અને IPC 188 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

​65 વર્ષથી ઉપરની ઉમરના વૃદ્ધો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની જેવી બિમારીવાળા લોકો તથા સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોએ ઈમરજન્સી ઘટનાઓ સિવાય ઘરની બહાર ના નીકળવું.

ક્યારે ક્યારે વધ્યું લૉકડાઉન

દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. પહેલા લૉકડાઉનમાં નિયમનું કડક પાલન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 એપ્રિલથી લૉકડાઉન 2.0 શરૂ થયું જે 3 મે સુધી ચાલ્યું. કોરોનાના કેસમાં ઘટાડો ન આવતા ફરીથી લૉકડાઉન વધારવામાં આવ્યું જે 17 મે એટલે કે આજે લૉકડાઉન 3.0 પૂર્ણ થઇ રહ્યું છે.

લૉકડાઉન 4.0માં આ 30 શહેરોમાં નહીં મળી શકે રાહત!

દેશના 30 શહેરોમાં લૉકડાઉન 4.0માં પણ પહેલાની જેમ કડક લૉકડાઉનનું પાલન કરાવાશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, પુણે, ગ્રેટર ચેન્નઈ, થાણે, દિલ્હી, ઇન્દોર, કલકતા, જયપુર, નાસિક, જોધપુર, આગ્રા, તિરૂવલ્લુવર, ઓરંગાબાદ, કુડ્ડાલોર, ગ્રેટર હૈદરાબાદ, ચેંગલપટ્ટૂ, અરિયાલુર, હાવડા, કુર્નૂલ, ભોપાલ, અમૃતસર, વિલ્લુપુરમ, ઉદયપુર, પાલઘર, બહરમપુર, સોલાપુર અને મેરઠનું નામ સામેલ છે. આ શહેરોમાં જ કોરોનાના અંદાજિત 80 ટકા કેસ મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો