ભારત સરકારનો મોટો નિર્ણય: TikTok અને UC Browser સહિત 59 ચાઇનિઝ ઍપ્લિકેશન પર પ્રતિબંધ

ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે. લાખો લોકો ચાઈનીઝ એપને ડિલીટ કરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દેશમાં નાગરિકોમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે. લોકોએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માત્ર ચાઈનિઝ પ્રોડક્ટ જ નહીં પરંતુ સ્માર્ટ ફોન પરની ચાઈનિઝ એપ્સ પરથી પણ ભારતીયોનો મોહભંગ થઈ રહ્યો છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. TikTok સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ લાગ્યો છે. Tiktok સહિત Helo, WeChat, ShareIt, BeautyPlus અને LIKE સહિતની એપલીકેશન બંધ કરી છે.

આ એપ પર પ્રતિબંધ લાગ્યો

  •     TikTok
  •     Shareit
  •     Kwai
  •     UC Browser
  •     Baidu map
  •     Shein
  •     Clash of Kings
  •     DU battery saver
  •     Helo
  •     Likee
  •     YouCam makeup
  •     Mi Community
  •     CM Browers
  •     Virus Cleaner
  •     APUS Browser
  •     ROMWE
  •     Club Factory
  •     Newsdog
  •     Beutry Plus
  •     WeChat
  •     UC News
  •     QQ Mail
  •     Weibo
  •     Xender
  •     QQ Music
  •     QQ Newsfeed
  •     Bigo Live
  •     SelfieCity
  •     Mail Master
  •     Parallel Space
  •     Mi Video Call – Xiaomi
  •     WeSync
  •     ES File Explorer
  •     Viva Video – QU Video Inc
  •     Meitu
  •     Vigo Video
  •     New Video Status
  •     DU Recorder
  •     Vault- Hide
  •     Cache Cleaner DU App studio
  •     DU Cleaner
  •     DU Browser
  •     Hago Play With New Friends
  •     Cam Scanner
  •     Clean Master – Cheetah Mobile
  •     Wonder Camera
  •     Photo Wonder
  •     QQ Player
  •     We Meet
  •     Sweet Selfie
  •     Baidu Translate
  •     Vmate
  •     QQ International
  •     QQ Security Center
  •     QQ Launcher
  •     U Video
  •     V fly Status Video
  •     Mobile Legends
  •     DU Privacy

મહારાષ્ટ્રે MoU અટકાવ્યું, બિહારે ટેન્ડર રદ્દ કર્યું
આ અઠવાડિયે જ મહારાષ્ટ્ર સરકારે ચીનની કંપની સાથે થયેલા 5 હજાર 20 કરોડના MoU પર રોક લગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે ચીનના બહિષ્કાર સાથે જોડાયેલા અભિયાન સંદર્ભમાં તે નીતિઓ સ્પષ્ટ કરે. આ MoU ચીનના હેંગલી ગ્રુપ, ગ્રેટ વોલ મોટર્સ અને પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન સાથે કરવામા આવ્યું હતું. બિહાર સરકારે પણ રવિવારે જાહેરાત કરી હતી કે પટનામાં જે પુલનું નિર્માણ થવાનું છે તેનું ટેન્ડર કેન્સલ કરવામા આવ્યું છે. રાજ્યના રોડ અને પરિવહન મંત્રી નંદકિશોર યાદવે તેની જાણકારી આપી હતી. ટેન્ડર જેમને મળ્યું તેમાં અમુક ચાઇનિઝ ભાગીદાર પણ હતા. તેથી ટેન્ડર રદ્દ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો