અમદાવાદમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે: સગા ભાઈએ સગીર બહેન સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી ગર્ભવતી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગાં મોટા ભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. માતાપિતા ન હોવાથી ભાઈ–ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ કુકર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાએ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 15 વર્ષની સગીરાનાં માતા પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી. ત્યારે અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સુતા હતા. ત્યારે તેના મોટા ભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યુ હતુ.
સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી નહોતી.. અને તે બાદથી સગો ભાઈ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો.. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી સગીરા માસિક ધર્મમાં ન આવતા તેના ભાભીએ તેને ફોસલાવીને પુછપરછ કરતા સગીરાએ મોટા ભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યુ હતુ. જે બાદ સગીરા તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસે આરોપી અને ફરિયાદીના મેડિકલ રિપોર્ટ કરવાની તજવીજ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..