વડોદરામાં 7 માસની દીકરીને સાથે રાખીને નર્સ પત્ની કોરોના વોરિયર તરીકે સેવા આપી રહી છે તો પતિ કરી રહ્યા છે દેશની સરહદની રક્ષા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન વેગડના પતિ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરે છે તો શિલ્પા બેન સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે રાખી શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાઈ નર્સના રૂપમાં સમાજની સેવા કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે શિલ્પાબહેન વેગડ નોકરીએ લાગ્યા હતા. ગર્ભવતી હોવા છતાં તેઓએ કોરોનાની મહામારીમાં પોતાના અને આવનાર બાળકની ચિંતા કર્યાં વગર પડકારરૂપ નર્સની નોકરી 7 માસ સુધી કરી હતી. અને હાલ તેઓ સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ધનંજય સ્કૂલમાં વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, શિલ્પાબહેન નર્સના રૂપમાં સમાજની સેવા કરી રહ્યા છે અને તેમના પતિ કિશોરભાઇ જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે.

શિલ્પાબહેને જાણવ્યું કે એકલા હાથે બધું સાચવવું મુશ્કેલી ભર્યું કામ તો છે, પરંતુ હું માં છું અને બધું કોઇના ભરોસે ન મૂકી શકું. મારા ઘરના તમામ કામથી લઇને બાળકની જવાબદારી હાલ એકલે હાથે નિભાવી રહી છું. મારા પતિની રજાઓ અનિયમિત હોય છે. એક વાતનું ગર્વ છે કે, હું અને મારા પતિ પોતાની ક્ષમતા અનુસાર દેશ સેવા કરી રહ્યા છે. મારા પતિ બોર્ડરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલા છે. અને હું શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાયેલી છું.

નર્સ શિલ્પાબહેન વેગડેના લગ્ન કિશોરભાઇ મકવાણા સાથે થયા છે. તેમના પતિ ભારતીય આર્મીમાં છે અને હાલ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરી રહ્યા છે. શિલ્પાબહેન અહીં એકલા રહે છે અને એકલા હાથે ઘર, બાળક અને નોકરી સંભાળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો