લોકડાઉનમાં મા-બાપને ઘરે પહોંચાડવા 11 વર્ષનો બાળક બની ગયો ‘કળિયુગનો શ્રવણ’, વીડિયો જોઈને લોકોની આંખમાં આસું આવી ગયા

ઉત્તરપ્રદેશના વારાણસીથી બિહાર માટે નિકળેલા એક પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ આ પરિવારનો એક દીકરો છે જે માત્ર 11 વર્ષનો છે. ખરેખર વારાણસીથી અરસિયા જિલ્લાનો રહેવાસી આ પરિવાર કોરોના વાયરસના કારણે લાગૂ લોકડાઉન દરમિયાન સાઇકલ રિક્શાથી જ પોતાના ઘરે જવા નીકળી પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

11 વર્ષનો બાળક સાઇકલ રિક્શા પર પોતાના માતા-પિતાને બેસાડી રિક્શા ચલાવી રહ્યો છે જેથી તેઓ પોતાના ઘરે પહોંચી શકે. વીડિયો શેર કરવાની સાથે જાણકારી આપવામાં આવી છે કે જ્યારે આ બાળકના પિતા થાકી જાય છે ત્યારે તે 11 વર્ષનો બાળક રિક્શા ચલાવે છે. બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ બાળકને આજનો શ્રવણ કુમાર બતાવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી ઋચા ડઢ્ઢાએ પણ આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ બાળકને પૂછી રહ્યો છે કે, તે ક્યાંથી આવી રહ્યો છે. તો આ બાળક જવાબ આપે છે કે, તે બનારસથી આવી રહ્યો છે. બાળક જણાવે છે કે, તે અરરિયા જઇ રહ્યો છે. બાળક જણાવે છે કે, બનારસમાં કરવા લાયક કંઇ હતુ નહી તો પરિવાર સાથે તે ઘર જઇ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ બાળકને 500 રૂપિયા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો