અમદાવાદમાં સગા માસાએ હેવાનિયતની હદ પાર કરી, સગીર ભાણી પર બે વખત દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં દીકરીઓ સલામત નથી. જી હા આ વાત તદ્દન સાચી છે જેનો પુરાવો શહેરમાં બનતી ઘટનાઓ આપી રહી છે. અમદાવાદ શહેરમાં દરરોજ એક દીકરી દુષ્કર્મ અને છેડતીનો શિકાર બને છે. અમદાવાદમાં અવારનવાર દુષ્કર્મ અને શારીરિક અડપલાંનાં કિસ્સાઓ સામે આવતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ વધતા દીકરીની સુરક્ષાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. પોતોના જ સંબંધીઓ દ્વારા દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતા દીકરીઓમાં ભય ફેલાયો છે અને સાથે જ એક સવાલ ઉભો થયો છે કે શુ અમદાવાદ સુરક્ષિત છે?

આજે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાંખ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં એક નરાધમ માસાએ પોતાની જ ભાણીને હવશનો શિકાર બનાવતા આખા વિસ્તારમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે સગીરાની મોટી બહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં સાળીની 15 વર્ષીય દિકરીને ઘરે કામ કરવા બોલાવી હતી. જોકે મદદ કરવા આવેલ ભાણીને નરાધમ માસાની હેવાનિયતનો ખ્યાન ન હતો. આ દરમિયાન સગા માસાએ બે વખત સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. જોકે સગીરા ઘરે પહોંચી ત્યારે તેના કપડા લોહીથી લથપથ થઇ ગયા હતા. પોતાના ઘરે પહોંચતા જ ડરેલી સગીરાએ કપડા બાથરૂમમાં કાઢી નાંખ્યા હતા પરંતુ લોહીવાળા કપડા સગીરાની બહેન જોઇ ગઇ હતી. અને બાદમાં આખી ઘટના પરથી પડદો ઉંચકાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો