સુરતમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાનું મોત થતા આશ્રમની મહિલાઓએ કાંધ આપી દીકરાની ફરજ નિભાવી અંતિમ સંસ્કાર કર્યા

જે સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેરી અને પોતાના પગ ભર કર્યા તેવા સંતાનો માટે વૃદ્ધાવસ્થામાં માતા પિતા બોજ સમાન બની જાય છે. ઘણીવાર સંતાનો માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં મૂકી આવે છે અને તેમની ખબર અંતર પણ પૂછવા નથી જતાં. વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા દીકરાનું સારું થાય તેવી જ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, પણ સંતાનો માતા-પિતા પ્રત્યે દયા રાખતા નથી. ત્યારે સુરતના એક ઘરડા ઘરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધાનું અવસાન થતાં આશ્રમની મહિલાઓએ જ વૃદ્ધાને કાંધ આપી દીકરાની ફરજ નિભાવી વૃદ્ધાના અંતિમ સંસ્કાર કર્યા. જે વૃદ્ધાનું અવસાન થયું હતું તેમને કોઈ સંતાન ન હતા પરંતુ ભૂતકાળમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, સંતાનો હોવા છતાં પણ તેઓ માતા-પિતાની અંતિમવિધિ પણ કરતા નથી. જેના કારણે વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં મધુબેન ખેની તેમના ઘરમાં જ વૃદ્ધાશ્રમ ચલાવે છે અને દીકરાઓએ તર છોડી દીધેલા અને સંતાનો વગરના વૃદ્ધ માતાઓને તેમના ઘરે આશરો આપે છે. મધુબેન વૃદ્ધાશ્રમમાં રહેલા 83 વર્ષના પ્રદુલા કાપડિયાનું અવસાન થયું હતું. પહેલા તેઓ મુંબઈના એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા અને છેલ્લા ચાર વર્ષથી સુરતના વરાછા વિસ્તારમાં L.H રોડ પર આવેલા મધુબેનના શાંતિ દૂત મહિલા મંડળના વૃદ્ધાશ્રમમાં રહે છે.

83 વર્ષના પ્રદુલા કાપડિયા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા અને આશ્રમની મહિલાઓ તેમની સેવાચાકરી કરવામાં આવતી હતી. પથારીવશ રહેલા વૃદ્ધાનું આશ્રમના સંચાલક મધુબેન ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા. વૃદ્ધાવસ્થાના કારણે પથારીવશ થયેલા 83 વર્ષના પ્રદુલા બા પથારીમાં જ ઝાડા અને પેશાબ કરતા હતા અને મધુબેન તેમના ડાયપર બદલવાનું આકરું કામ પણ કરતા.

આ બાબતે શાંતિદૂત મહિલા મંડળના મધુબેન ખેનીએ જણાવ્યું હતું કે, અમારા ઘરે વૃદ્ધાશ્રમ છે તેમાં 18 માતાઓ હાલ રહે છે અને અમે તેમની સેવા ચાકરી કરીએ છીએ. અમારા વૃદ્ધાશ્રમમાં રહેતા પાંચમાં બા અવસાન થયું છે અને તમામ માતાઓને અમે જ અંતિમવિદાય આપી છે. અમે વૃદ્ધાવસ્થામાં તેમના દીકરા તરીકેની સેવા કરી છે એટલે છેલ્લી ફરજ પણ અમે જ પૂરી કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો