સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતાં કરિયાણાના દુકાનદારની બે યુવકોએ કરી હત્યા, પરિવારની આરોપીઓને ફાંસીની સજાની માગ

વરાછાના પાટી ચાલમાં 28 વર્ષીય કરિયાણાના વેપારી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર બે ભાઇઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 50ની ફાટેલી નોટ હોવાથી સોડા આપવાનો ઇન્કાર કરતા દુકાનદારની રવિવારે હત્યા કરવામાં આવી હતી. વરાછા લંબેહનુમાન રોડ સ્થિત આવેલી પાટીચાલમાં છેલ્લા ઘણા વર્ષથી અમરદીપ (ઉવ,28) કરિયાણાની દુકાન ચલાવે છે. તેની દુકાન પર આ જ વિસ્તારમાં રહેતો ઝુબેર રવિવારે સાંજે આવ્યો હતો. અને રૂ. 50ની ફાટેલી નોટ આપીને સોડા માંગી હતી.

જોકે, અમરદિપે સોડા આપવાનો ઇન્કાર કરી દેતા ઝુબેરે ઉધારમાં સોડા માંગી હતી. પરંતુ અમરદિપે ઉધાર આપવાની સ્પષ્ટ ના પાડી દેતા ઝુબેર શાકીર શેખ અને તેનો ભાઇ શાહરૂખ શાકીર શેખ ઉશ્કેરાય ગયા હતા. અને પોતાની પાસેનું ચપ્પુ કાઢીને અમરદીપ પર ઉપરા છાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતા વરાછા પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યારા ભાઇઓને પકડી પાડ્યા હતા. સોમવારે મરનાર અમરદિપના સ્વજનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરી ફાંસીની સજા અપાવવા માટેની માંગ કરી છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિચાલ આવેલી છે. 28 વર્ષીય અમરદીપ નામનો યુવાન કરિયાણાની દુકાન ચલાવતો હતો. ગતરોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમ ત્યાં આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. જોકે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી, જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરુ કર્યો હતો. ત્યાર બાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરુખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ, મૃતક અમરદીપનાં પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે એવી માગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો