રામ મંદિરના નામે દાન આપતા પહેલા ચેતી જજો, ભગવાનનાં નામે ધૂતારા થયા સક્રિય

અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Mandir)નું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશમાં નિધિસમર્પણનું નામ આપીને લોકો પાસે દાન ઉઘરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જો કે, હવે રામ મંદિરનાં નામે રોકડી કરતા ઠગો સામે આવી રહ્યા છે. સુરત (Surat)ના નાનાવરાછા ચીકુવાડી પાસે એક યુવક ડુપ્લીકેટ રસીદ બનાવીને લોકો પાસેથી ફંડ (Fund) ઉઘરાવી રહ્યો હતો. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા તેને પકડી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થઇ ચુક્યું છે અને જેને લઈને એક કમિટી બનાવીને સમગ્ર દેશમાં હવે ફંડ ઉઘરાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. દરેક લોકોને યથાશક્તિ દાન આપવાની જાહેરાત કરી છે. જોકે અમુક લેભાગુ તત્વો દરેક અવસરનો લાભ ઉઠાવતા હોય છે ત્યારે આ નિધિ સમર્પણ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઘરે ઘરે જઈને દાન માટે અભિયાન શરુ કરી રહ્યા છે. તેવામાં સુરતના નાનાવરાછા ખાતે એક ઇસમ અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડે એક સ્ટોલ નાંખીને ડુપ્લીકેટ રામ મંદિરમાં દાન આપવાની રસીદ બુક છપાવી લોકો પાસે ફંડ ઉઘરાવી રહ્યો હતો અને જેની જાણ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાને થતા સ્ટોલ પર જઈને ભાંડો ફોડ્યો હતો. કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને આરોપી અમિત પાંડેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીની પુછતાછ કરવામાં આવી રહી છે જેમાં આ ઇસમે આવી રીતે કેટલા લોકો પાસે પૈસા ઉઘરાવ્યા છે અને અન્ય કેટલાક લોકો આમા સંડોવાયેલ છે. જોકે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જે રીતે જણાવ્યું તેમ લોકોએ આવા સ્ટોલ લઈને બેસેલ લોકોને દાન ન આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો