સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ થયું મોત
પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.
હોસ્પિટલથી દોઢ જ કિમી દૂર બાળકીનું મોત
માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલોમીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી. હવે ત્યાંથી માત્ર દોઢેક(1.5કિમી) દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે.
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.
માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી, પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો. બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી. એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે આવા સંજોગામાં સૌપ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

