ગરમીમાં PPE કિટથી પરસેવાના રેલા ઉતરે છે, છતાંય ફરજમાં અડગ છે પોલીસ અને મેડિકલ સ્ટાફને દીલથી સલામ

કોરોનાથી બચવા હવે પોલીસ પણ પ્રોટેક્શન સૂટ પહેરીને ફરજ બજાવી રહી છે. જોકે, આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આખુંય શરીર કવર થઈ જાય તેવો પ્રોટેક્શન સૂટ પહેરી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નોકરી કરવી આપણે કલ્પના પણ ના કરી શકીએ તેટલી અઘરી છે.

દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત મકવાણાને પેટ્રોલિંગમાં જતાં પહેલા પ્રોકેક્શન સૂટ તેમજ અન્ય પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ્સ પહેરવા પડે છે. જેને યોગ્ય રીતે પહેરવામાં 15-20 મિનિટનો સમય લાગે છે, અને કોઈકની મદદ પણ લેવી પડે છે. જુતાને ઢાંકવા ઉપરાંત હાથમોજાં અને ગોગલ્સ પણ પહેરવા પડે છે. એકવાર PPE કિટ પહેરી લીધી તે પછી સતત 3-4 કલાક તેને પહેરીને જ કામ કરવું પડે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પોલીસને અગાઉ ક્યારેય આવી સ્થિતિમાં ફરજ બજાવવી પડી નથી. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં બંદોબસ્ત દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને ચેપ લાગી જતાં આખરે તમામને PPE કિટ્સ આપવામાં આવી છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન 41.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. તેવામાં હવાની બિલકુલ અવરજવર ના થઈ શકે તેવી PPE કિટ પહેરીને ફરજ બજાવતા પોલીસકર્મીઓ પરસેવે રેબઝેબ થઈ જતાં હોય છે.

દરિયાપુરમાં જ ફરજ બજાવતા એલઆરડી જવાન વસીમ સૈયદ જણાવે છે કે, પીપીઈ કિટ કાઢ્યા બાદ હાથ જાણે કલાકો સુધી પાણીમાં બોળેલા રાખ્યા હોય તેવા થઈ જાય છે. આવી જ હાલત પીપીઈ કિટ પહેરી ફરજ બજાવતા હેલ્થ વિભાગના સ્ટાફની પણ છે. કાળઝાળ ગરમીમાં પીપીઈ કિટ પહેરી સતત ફરતા રહેવાના કારણે ખૂબ પરસેવો થવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટર જણાવે છે કે પીપીઈ કિટ્સની અછત હોવાથી એક વ્યક્તિએ તે પહેરી સતત છ કલાક કામ કરવું પડે છે. શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. પ્રોટેક્શનના સૂટના કિનારા પર પરસેવો શોષાઈ જાય તેવો પાવડર હોય છે, પરંતુ એક હદ પછી તે પણ નકામો બની જાય છે.

હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ જેપી મોદીના જણાવ્યા અનુસાર, હવે ડોક્ટરો બે જોડી કપડાં લઈ આવે છે. એક પીપીઈ કિટ પહેરતી વખતના, અને બીજા કિટ કાઢ્યા બાદ પહેરવાના. પીપીઈ કિટને કારણે ખૂબ જ પરસેવો થતો હોવાથી મેડિકલ સ્ટાફને ફરજ દરમિયાન જરુર પડે તો વોર્ડની બહાર આવવાની પણ છૂટ છે. તેમના કામકાજના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો