દેશમાં કોરોના બેકાબુ બનતા ફરી લોકડાઉનને લઈ મોદી સરકારે કર્યો મોટો ખુલાસો, કેન્દ્ર સરકારે રાજ્યોને આપી લીલીઝંડી

દેશમાં કેમેય કરીને કોરોના વાયરસને અટકાવી શકાયો નથી. દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસ હજારોની સંખ્યામાં વધી રહ્યાં છે. જેને લઈને બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના એટલાક ભાગોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર પણ ગમે ત્યારે લોકડાઉનની જાહેરાત કરી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે કેન્દ્ર સરકારે આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. મંગળવારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરી લોકડાઉન લાગુ નહી થાય તેવી વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલમાં લોકડાઉનની જરુર નથી. રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા માટે કામ ચાલી રહ્યુ છે. ઉપરાંત કોરોનાના કેસ વધે તો જે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકાર રાજ્યોને અપાયેલા જ છે.

અન્ય એક સરકારી અધિકારીએ જણાવ્યું કહ્યું હતું કે, કોઈ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે છે તો કેટલાક દિવસનું લોકડાઉન તેટલા વિસ્તાર પુરુતું લાગુ થઈ શકે છે. જેમ કે મધ્યપ્રદેશે દર રવિવારે અને યુપીએ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનુ નક્કી કર્યુ છે. મહારાષ્ટ્રે પૂણેમાં લોકડાઉન ચાલુ કર્યુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી રહી છે કે, રાજ્યો જ્યાં કેસ વધે છે તેવા વિસ્તારો પર સક્રિય થઈને કામ કરે નહીતર તેની અસર બીજે પણ પડી શકે છે અને કેસ વધી શકે છે. જો એ પછી પણ સ્થિતિમાં બદલાવ ના થાય તો રાજ્યો એટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો