પંજાબમાં ભાજપના MLAને ખેડૂતોએ નિર્વસ્ત્ર કરી દોડાવી-દોડાવીને માર માર્યો, વીડિયો વાયરલ થયો

પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ સાથે આંદોલનકારી ખેડુતોએ ગુસ્સે થઇ ગેરવર્તન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ માલોટમાં સભા કરવા ગયા હતા, પરંતુ ત્યાં પહેલાથી જ હાજર ખેડુતોએ તેમની સાથે મારઝુડ કરી હતી. આ દરમિયાન તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. તેમના ચહેરા પર કાળી સ્યાહી પણ ફેંકી હતી. ખેડુતો નવા કૃષિ કાયદા સામે નારાજગી બતાવી રહ્યા હતા.

જણાવી દઇએ કે, નારંગ અબોહરના ભાજપ વિધાનસભ્ય છે. નારંગ કૃષિ કાનૂનના સમર્થનમાં અને રાજ્.ય સરકારની વિરુદ્ધમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા હતાં. જો કે ખેડૂતો ભાજપ કચેરીની બહાર તેની રાહ જોઈને ઊભા હતાં. નારંગ જેવા તેની કારમાં ઘટનાસ્થાન પર પહોંચ્યા, ખેડૂતોએ તેનો ઘેરાવ કર્યો હતો અને તેમના પર કાળી શાહી ફેંકી હતી. પોલીસ અને ભાજપના કાર્યકરો નારંગને એક દુકાનની અંદર લઇ ગયા હતાં.

જો કે ટોળું ત્યાંથી ખસ્યું ન હતું અને તેની કારને પણ કાળી શાહીથી રંગીને તોડફોડ કરી હતી. થોડીવાર પછી પોલીસ નારંગને બહાર લઇ આવી ત્યારે ટોળું પુરા જોશ સાતે તેમના પર ત્રાટક્યું હતું અને નારંગને ખેંચીને તેને માર મારવા સાથે તેના કપડા પણ ફાડી નાખ્યા હતાં. દરમિયાન અન્ય કેટલાક ભાજપ નેતાઓને પણ ખેડૂતોએ માર માર્યો હતો અને ભાજપની કચેરીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ નારંગને માંડમાંડ ખેડૂતોના હાથમાંથી છોડાવીને ફરી દુકાનમાં લઇ ગઈ હતી. થોડી વાર પછી પોલીસે નારંગને પાછલા બારણેથી સલામત સ્થલે ખસેડયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો