ખાનગી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોમવર્ક નહીં કરતાં શિક્ષકે ઢોરમાર મારતાં મૃત્યુ પામ્યો, શિક્ષકની ધરપકડ કરાઈ

રાજસ્થાનના ચૂરુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોલાસર ગામમાં બુધવારે બપોરે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા બાળકને એટલો બધો માર માર્યો, જેને લીધે તેનું મૃત્યુ થયું હતું. 13 વર્ષના બાળકનો વાંક એટલો જ હતો કે તે હોમવર્ક કરીને લાવ્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શિક્ષકે તેને જમીન પર પટકી-પટકીને લાત-મુક્કા વડે એટલો માર માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. બાળક બેભાન થઈ ગયો. જ્યારે બાળક ભાનમાં ન આવ્યું તો આરોપી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણમંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ કરવા અધિકારીને આદેશ કર્યો છે.

માથા, આંખ અને મોઢા પર ઈજાની નિશાન
પિતાએ જણાવ્યું હતું કે બાળકનાં માથા, આંખ અને મોઢા પર ઈજાનાં નિશાન હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. મોડર્ન પબ્લિક સ્કૂલમાં બાળક પહેલા ધોરણથી અભ્યાસ કરતો હતો.

પોલીસ અધિકારી સંદીપ વિશ્વનોઈએ જણાવ્યું હતું કે કોલાસર ગામના રહેવાસી 13 વર્ષનો ગણેશ ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બુધવારે સવારે ગણેશ શાળાએ ગયો હતો, જ્યાં તે હોમવર્ક નહીં લાવ્યો હોવાથી મનોજ નામના શિક્ષકે તેને માર માર્યો હતો. શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

બાળકે 15 દિવસ અગાઉ પિતા સમક્ષ શિક્ષક અંગે ફરિયાદ કરી હતી
પોલીસ સમક્ષ પિતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે આશરે સવાનવ વાગે શાળાના શિક્ષક મનોજનો ફોન આવ્યો હતો. શિક્ષક કહેતો હતો કે ગણેશ હોમવર્ક કરીને આવ્યો નથી. માર મારવાથી તે બેભાન થઈ ગયો છે. તેને લઈ શાળા જઈ રહ્યા છીએ. જ્યારે પિતા હોસ્પિટલ પહોંચ્યા એ અગાઉ જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી ચૂક્યા હતા. બાળકે 15 દિવસ અગાઉ જ પિતા સમક્ષ શિક્ષકની ફરિયાદ કરી હતી. બાળકે કહ્યું હતું કે શિક્ષક મનોજ કોઈ કારણ વગર મારઝૂડ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો