ગતિશીલ ગુજરાતના આ ગામની હાલત છે દયનીય, દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવા પડે છે…

પોશીના તાલુકાના ગણવા ગામના જાંબુડી ફળીયામાં ૮૦૦થી વધારે લોકો માટે પાકા રસ્તાના અભાવે દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવાય છે. દેશભરમાં ગુજરાત મોડલ અને જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરનાર ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામોની દુર્દશાથી લોકો બેહાલ બન્યા છે. ગુજરાતને ગતિશીલ ગણવામાં આવે છે. દર વર્ષે થતા વાઇબ્રન્ટના આંખો આંજી દેતા કાર્યક્રમો થકી આ રાજ્ય આખા દેશમાં એક અલગ ઉમદા મોડેલ ગણવામાં આવે છે, પરંતુ આ બધી ઝાકામઝોળ એ ફક્ત દેખાવ પૂરતી રહી ગઈ છે.

અંતરિયાળ વિસ્તારના લોકો સુવિધાઓથી વંચિત

ખરી વાસ્તવિકતા તો અંતરિયાળ વિસ્તારના ગામોના લોકોને જોવાનો વારો આવ્યો છે. અત્યારના દ્રશ્યો જોઈ ચોક્કસ મનમાં સવાલ થાય કે આ તે કેવું ગતિશીલ ગુજરાત. પાણી માટે લોકોને રઝળપાટ કરવો પડે અને પાકા માર્ગ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે, તેમજ વીજળી વગર અડધી જિંદગી પસાર થઈ જાય, આવી પાયાની જરૂરિયાતના અભાવ વચ્ચે સમસ્યાઓ આજના ડિઝિટલ યુગમાં ગુજરાતના ગામડાઓના અંતરિયાળ વિસ્તારના લોકોએ વેઠવી પડી રહી છે.

ગામમાં નથી પાકો રસ્તો કે નથી બાળકો માટે આંગણવાડી

પોશીનાના જાંબુડીફળીયા પણ આવા ગામો પૈકીનું એક કમનસીબ ગામ છે કે જ્યાં લોકો હજુ પણ પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને પોતાના હક માટે લડી રહ્યા છે અને પોતાનો હક માંગી રહ્યા છે. ચૂંટણી સમયે લોભામણી વાતો કરતા નેતાઓ અત્યારે આ લોકોની હાલત પણ પૂછવા તૈયાર નથી. આજે જાંબુડીફળિયામાં ૮૦૦થી વધુ લોકો ગામને જોડતો પાકો રસ્તો હજુ બન્યો નથી. નાના બાળકો માટે તો નથી આંગણવાડી કે શાળા-ફળીયામાં કોઈ હેન્ડપમ્પ નથી. પાણી માટે રઝળપાટ કરવી પડે જેના કારણે કોઈ બીમાર થાય તો કપડાંની ઝોળી કરી ૫ કિમી દૂર દવાખાને લઇ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે

ચૂંટણી પછી મોઢું પણ નથી બતાવતા નેતાઓ

આઝાદી પછી અત્યાર સુધી ગામના લોકોના ટેક્સના પૈસા ઉઘરાવતી આ સરકાર આ ગામમાં આજ સુધી કોઈ સુવિધા પહોંચાડી શકી નથી, ત્યારે હવે આવનાર ચૂંટણીમાં આ ગામના લોકો પણ આ સરકારને પોતાની તાકાત બતાવવા બાંયો ચડાવીને બેઠા છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમા આ ગામના લોકો આવા નેતાઓ કે જે કોઈ કામના નથી, માત્ર વોટ ના છે તેમને ગામમા પ્રવેશ આપશે કે નહીં તે આવનાર સમય જ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો