સમગ્ર ગુજરાતની શાળાઓમાં હવેથી 6 વર્ષના બાળકને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે: શિક્ષણ વિભાગનો મહત્વપુર્ણ નિર્ણય

રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પણ તેનો અમલ જુન-2023થી થશે. અત્યારે તો ધો. 1માં પ્રવેશ બાળક 5 વર્ષ પુરા કરે પછી અપાશે. અત્યારે ધો. 1માં પ્રવેશ આપવા માટે 5 વર્ષની વય મર્યાદા છે તે યથાવત છે. હાલમાં 6 વર્ષે પ્રવેશના નિયમનો અમલ થશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નવા નિયમનો અમલ 2023-24થી કરાશે

ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં 1જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમનેધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.

RTE અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ

રાજ્યમાં હાલ ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર 5 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટઅંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાજ્યમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો