શિકાગોમાં વાપીના પટેલ પરિવારના ચાર સભ્યોને થયો કોરોના, ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી

અમેરિકાનાં શિકાગોમાં વાપીનાં એક પટેલ પરિવારની દિકરી તેમજ સમગ્ર પરિવારને કોરોના પોઝિટિવ થયો હતો. પરંતુ ઘરેલું ઉપચાર દ્રારા 22 દિવસમાં સમગ્ર પરિવારે કોરોનાને માત આપી હતી. આમ કોરોના મહામારીને લોકોએ માત્ર કાળજી રાખી ઘરેલું ઉપચારથી રોગને મટાડી શકાય છે. વાપીનાં પ્રફુલ્લ પટેલ જેઓ આરએસએસનાં વિભાગ સંપર્ક પ્રમુખ છે. તેમની દિકરી શ્રૃતિબેન પટેલ તેઓ શિકાગોમાં નર્સિંગ કેર તરીકેની ફરજ બજાવે છે. તેમને ફરજ બજાવતાં ચેપ લાગતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જેને લઇ પરિવારને કોરોના થયો હતો. તેમાં પતિ અંકિત પટેલ, દશ મહિનાનો બાબો, સસરા મુકુંદ પટેલને કોરોના પોઝિટિવ થયા હતાં. મુકુંદ પટેલ જેઓ ગાંધીનગર માહિતી વિભાગનાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. સમગ્ર પટેલ પરિવારે ઘરેલું ઉપચાર દ્રારા કોરોના ને માત આપી હતી.

ધરેલું ઉપચારમાં પ્રતિદિન આયુર્વેદિક ઉકાળા ,ગરમ પાણી ,ગરમ પાણીની વરાળ લેવી, મીઠાનાં પાણીનાં કોગળા કરવા, તજ લવિંગ, મરી, આદું, તુલસીનાં ઉકાળા, વિટામિન સી ભરપુર લીધા હતાં જેમાં લીબુંનું પાણી ઓરેન્જ તથા યોગ ,પ્રાણાયામ કર્યા હતાં. જો તાવ આવે તો પેરાસિટામોલ લેતાં હતાં. બાકી સતત 22 દિવસ સુધી ઓઇસોલેશનમાં રહી કાળજી રાખતાં સમગ્ર પટેલ પરિવારને કોરોનાનાં રોગને માત આપી હતી.

આમ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર આઇસોલેશનમાં રહી ઘરેલું ઉપચાર દ્રારા કોરોના રોગથી નાબુદી મેળવી શકાય છે એવું શ્રૃતિએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં માત્ર અમેરિકામાં જ કોરોના વાયરસથી સૌથી વધુ મોત થયા છે. આ ઉપરાંત પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. તેવા સંજોગોમાં વાપીથી સ્થાયી થયેલા પટેલ પરિવાર શજગતા દાખવીને ઘરેલુ ઉપચાર દ્વારા પોતાની જાતને ઉગર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો