મુસ્લિમ યુવાનોએ દાખવી માનવતા: બીલીમોરામાં વૃદ્ધાની હિન્દુ વિધિ મુજબ અંતિમક્રિયા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

બીલીમોરા ગૌહરબાગ સોમનાથ માર્ગ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી પૈકી વૃદ્ધ મહિલાનું થોડા સમય અગાઉ કોરોનાની સારવાર બાદ સાજા થઈ ઘરે આવ્યાં હતા. તેમનું ગતરોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યાં કોરોનાની ભીતિના કારણે સ્થાનિકો અળગા રહ્યા હતા. એકતા ટ્રસ્ટના મુસ્લિમ યુવાનોને આ વાતની જાણ થતાં તેઓ વૃદ્ધની મદદે આવ્યાં હતા અને તેમણે હિન્દુ રીતરિવાજ અનુસાર વૃદ્ધાની અંતિમ ક્રિયા કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોમવાર સવારે બીલીમોરામાં ગૌહરબાગ, સોમનાથ રોડ પર આવેલા હોર્મઝદબાગ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા હિન્દુ વૃદ્ધ દંપતી અરવિંદભાઈ બક્ષી (75) અને તેમના પત્ની વિમલાગૌરી બક્ષી (70) નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમના પરિવારજનો અમેરિકામાં વસ્યાં છે. દરમિયાન આ કોરોના કાળમાં વૃદ્ધ દંપતી પૈકી વિમલાગૌરીબેનને કોરોનાનું સંક્રમણ થતા કોરોનાની સારવાર આપવામાં આવી હતી. જેમાંથી તેઓ ઉગરી ગયા હતા. જે બાદ સોમવાર સવારે વિમલાગૌરીબેનનું અવસાન થયું હતું. કોરોના કાળ હોય સ્થાનિકોએ કોરોનાની બીકના કારણે તેમની અંતિમ સંસ્કારની મદદથી અળગા રહ્યાં હતા. જ્યારે પરિવારના સભ્યો અમેરિકામા રહેતા હોય વૃદ્ધ અરવિંદભાઈ બક્ષી મૂંઝવણમાં મૂકાયા હતા.

આ ઘટનાની જાણ નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી હનીફભાઈ શેખ અને જાવેદભાઈ બાનાને થઈ હતી. તેઓએ જેની જાણ એકતા ટ્રસ્ટના સભ્ય અખ્તર છાપરિયા અને હુમાયુ મુલતાનીને કરી હતી. જેને પગલે હુમાયુભાઇ તેમના ટ્રસ્ટના યુવા મુસ્લિમ કાર્યકરો મોહસીન ખલીફા, સાજીદ ખાન, ફિરોઝ સૈયદ, જીશાનભાઈ અને સોહિલભાઈ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ લઈને આ દંપતીના ઘરે તાત્કાલિક પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતકના ઘરે પહોચી તેમની હિન્દુ રીતરિવાજ અનુસાર અંતિમવિધિ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો