અમદાવાદમાં સાસુને જમાઈ સાથે થયો પ્રેમ- લગ્ન કરવા પકડી જીદ અને પછી…

સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતું. ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે. માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે. જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ દીકરીને આ બાબતે જાણ થઇ હતી. પતિ પણ સાસુની સાથે રહેવા માટે તૈયાર છે, જેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં માતાની સામે અરજી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અશોકભાઈની ચાલીમાં 55 વર્ષની સવિતાબેને તેની દીકરી ટીનાના લગ્ન કમલ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ માતા સવિતાબેન દીકરી અને જમાઈ કમલને વારંવાર ઘરે બોલાવતા હતા. ટીના સાથે લગ્ન બાદ સાસુ સવિતાબેનને જમાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી કમલ પણ અવાર નવાર કોઈ કારણ વગર સાસુના ઘરે જવાની જીદ પકડતો હતો.

જુલાઈ મહિનામાં સવિતાબેન દીકરીને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે જમાઈ કમલ ઘરે જ હતો. સાસુ જમાઇની સાથે સમય વિતાવી શકે તે માટે તેમને દીકરી ટીનાને બજારમાં વસ્તુ લેવા માટે મોકલી દીધી હતી અને જ્યારે ટીના ઘરે આવી ત્યારે પાડોશીએ સાસુ જમાઈ વચ્ચેના સંબંધની વાત ટીનાને કરી હતી અને ત્યારબાદ ટીનાએ પતિ અને માતાની હરકતો નરી આંખે જોઇ તાત્કાલિક મહિલા હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો હતો.

મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલરોએ જ્યારે સવિતાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે સવિતાબેન કાઉન્સીલરો સામે જમાઈની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી. આ ઉપરાંત દીકરીએ જ્યારે સાસુ જમાઇનો પ્રેમાલાપ જોયો હતો ત્યારે સાસુ સવિતાબેન દીકરીને કહેવા લાગ્યા હતા કે, હું એકલી છું અને કમલ મારો છે, મારે તેની સાથે લગ્ન કરવા છે. તારે રહેવું હોય તો રે, નહીં તો કંઈ નહીં.

હદ તો ત્યારે થઇ કે, પતિ કમલે પણ ટીનાને કહ્યું હતું કે, મને પણ સવિતા ગમે છે અને મારે તારી સાથે રહેવું નથી. આ સમગ્ર મામલે માતાએ જ દીકરીનું ઘર ભાંગવાનો પ્રયાસ કરતા દીકરીએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. (તમામ પાત્રોના નામ બદલ્યા છે.)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો