અમદાવાદમાં 99 વર્ષના સામુ બાએ 4 દિવસમાં કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાં બાજુના બેડ પર એડમિટ યુવકે ‘શ્રવણ’ બનીને કરી સેવા

મક્કમ મનોબળ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અડગ રાખીને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર બનાવે છે. અમદાવાદના 99 વર્ષના વૃદ્ધાએ માત્ર 4 દિવસમાં કોરોનાને મહાત આપી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરથી બહાર ક્યારેય એકલા ન ગયેલા 99 વર્ષના સામુબેનને બાજુમાં સારવાર લઈ રહેલા યુવાને હિંમત આપી અને બા પોતે 4 દિવસમાં જ સજા થઈ ગયા હતાં. સામુબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

99 વર્ષના બાએ કોરોનાને મહાત આપી

ત્યારે તેમની બાજુમાં અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા 30 વર્ષીય નવયુવાન મૌલિક એકલા બેસેલા બાને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે. પરિવારને યાદ કરી રહ્યાં છે. તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે. પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી. કેમકે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે.

બાજુના બેડ પર રહેલો 30 વર્ષનો યુવાન બન્યો બાની હિંમત

આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું “મૌલિક” ઉદાહરણ મૌલિકે પુરુ પાડ્યુ. તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી. સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની, વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો. બાને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બાથી વાતચીત કરીને દૂર કરતો.

ઓક્સિજન 90 પર પહોંચી જતા વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
આ કિસ્સાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 99 વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. સિવિલની કોરોના 1200 બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ 90 પહોંચી ગયુ હતુ. જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.

4 દિવસમાં કોરોનાને હરાવી વૃદ્ધા ઘરે ગયા

વોર્ડમાં દાખલ થયા ત્યારે તબીબો સતત દેખરેખ રાખતા હતા. સામુબેનના મજબૂત મનોબળે કોરોના પણ હંફાવી દીધો. ચાર દિવસના ટૂંકા ગાળામાં જ સામુબેન સજા થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ સામુબેને તબીબોનો આભાર માન્યો હતો, અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાખવામાં આવેલી દેખરેખ, નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સારસંભાળ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. આ અંગે સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીએ જણાવ્યુ હતું કે, 1200 બેડ હોસ્પિટલમાં મોટી વયના દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત છે. જેમા વયસ્ક દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેટલીક ખાસ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો